મહાનગરપાલિકા દ્વારા ઉનાળામાં રાહતરૂપ સેવા કાર્ય : સુદામા ચોક ખાતે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ
મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શનમાં રોટરી ક્લબ, એસબીઆઈ બેન્ક અને સખી મંડળના સહયોગથી શરૂ કરાયું કેન્દ્ર ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરમાં હાલ ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે લોકોના આરોગ્યની કાળજી રાખવા મહાનગરપાલિકા દ્વારા વધુ એક સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના હૃદયસ્થળ એવા સુદામા ચોક ખાતે નાગરિકોને ગરમીમાંથી રાહત મળે તે હેતુસર છાશ વિતરણ કેન્દ્રનો શુભ…
