ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોનો ગ્રેટ બેરિયર રીફને બચાવવા માટે નવતર પ્રયોગ
ધ ગ્રેટ વર્લ્ડ, સિડની વિશ્વની સૌથી મોટી પરવાળાની શ્રેણી ‘ગ્રેટ બેરિયર રીફ’ પર મંડરાતા જોખમને રોકવા માટે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ એક ક્રાંતિકારી ટેકનોલોજીના પ્રયોગની જાહેરાત કરી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે, જેના લીધે પરવાળા પોતાનો રંગ ગુમાવી રહ્યા છે અને મૃત્યુ પામી રહ્યા છે (કોરલ બ્લીચિંગ). આ સ્થિતિને રોકવા માટે વૈજ્ઞાનિકોએ ‘ક્લાઉડ…
