નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાનો વળતો પ્રહાર: “મારી સામેના તમામ આક્ષેપો બેબુનિયાદ, સરકારી જમીન પર દબાણ કરનારા સભ્યોનું કાવતરું”
ધ ગ્રેટ વર્લ્ડ સાથેની ખાસ વાતચીતમાં સરપંચે ભ્રષ્ટાચારના આરોપો નકાર્યા; એન્જિનિયરની તપાસમાં કામ યોગ્ય હોવાનો દાવો, વારંવારની હેરાનગતિથી આપઘાતની સ્થિતિ આવી હોવાની વેદના ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગર તાલુકાના નવા રતનપર ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર, આપખુદશાહી અને નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને કરાયેલી લેખિત રજૂઆત બાદ ગામનું રાજકારણ ગરમાયું છે. અગાઉ ગ્રામજન અલ્પેશ…
