ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓની સુરક્ષા માટે ભાણવડ પંથક માટે હેલ્પલાઇન નંબર જાહેર
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬ આવતીકાલે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને, આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ પતંગની જીવલેણ દોરીથી ઇજાગ્રસ્ત ન થાય અને જો ઇજા થાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે તે માટે ભાણવડની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા “પક્ષી બચાવો અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે. …
