ઘર છોડીને નીકળેલા અસ્વસ્થ વૃદ્ધાને યોગ્ય કાઉન્સિલિંગ કરીને આશ્રય અપાવતું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું “સખી-વન સ્ટોપ સેન્ટર”
ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને રચાયેલી જિલ્લા કક્ષાની દેખરેખ સમિતિનાં માર્ગદર્શન હેઠળ ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરમાં પિડિત મહિલાઓને કાઉન્સેલિંગ, હંગામી આશ્રય, તબીબી, કાયદાકીય અને પોલીસ સહાય જેવી સેવાઓ એક જ સ્થળે પુરી પાડવામાં આવે છે. …
