Headlines

પોરબંદર મત્સ્ય બંદર પર અસામાજિક તત્વોનો આતંક: ઇલેક્ટ્રિક સબસ્ટેશનના દરવાજા તૂટ્યા : વધતી ચોરી અને અસુરક્ષાના માહોલથી માછીમારોમાં રોષ; સીસીટીવી અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગ

​ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના મત્સ્ય બંદર વિસ્તારમાં, ફિશરીઝ ટર્મિનલ ગેટની બાજુમાં આવેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) અને ફિશરીઝ વિભાગના ઇલેક્ટ્રિક સબસ્ટેશનની બાજુની ઓરડીનો દરવાજો અજ્ઞાત તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર બંદર વિસ્તારની સુરક્ષા અને વીજ પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું છે. ભાજપ માછીમાર સેલ અને માછીમાર…

Read More

કુતિયાણા પોલીસની સરાહનીય કામગીરી: ખેડૂતના ખાતામાંથી ફ્રોડ થયેલા ₹1.80 લાખ પરત અપાવ્યા

​પોરબંદર: કુતિયાણા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને તેમના નાણાં પરત અપાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ​વિગત મુજબ, કુતિયાણાના ખાગેશ્રી ગામના રહેવાસી રવિકુમાર કિશોરભાઈ ફળદુએ સરકારની NAFED યોજના હેઠળ મગફળીનું વેચાણ કર્યું હતું. જોકે, ટેકનિકલ ખામી અથવા ફ્રોડના કારણે તેમના હકના ₹1,80,845/- અન્ય કોઈ બેંક એકાઉન્ટમાં…

Read More

ઓખા અને પોરબંદરની ચાર જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે જનરલ કોચ વધારાયા

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬          પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડિવિઝનમાંથી કાર્યરત ચાર જોડી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ (સામાન્ય શ્રેણી) કોચની સંખ્યામાં કાયમી વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.      જેમાં ઓખા-શાલીમાર-ઓખા એક્સપ્રેસ (22905/22906) ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા 3 થી…

Read More

પોરબંદરમાં નોનવેજ માર્કેટ માટે 2.5 કરોડ ફાળવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાનગરપાલિકાને અનેક સવાલ

બજરંગ દળ ના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર જિલ્લા દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નરને એક આવેદન પત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહેલ. કમિશનર તથા વર્તમાન વહીવટદાર નોન-વેજ ખોરાક માટે અઢી કરોડ રૂપિયાની…

Read More

પોરબંદરમાં પેરેડાઇઝ ફુવારા નજીક શિવસેના દ્વારા શિવાજી જયંતીની શાનદાર ઉજવણી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરમાં શિવાજી મહારાજની આ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ખાસ કરીને જીલ્લા શિવસેના દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાની આરતી ઉતારી હારતોરા કરી અને ઉજવણી કરવામાં આવી હતી. શિવાજી મહારાજે મોગલ સામ્રાજ્યને ટક્કર આપી હતી તમામ હિંદુઓના હ્રદયમાં શિવાજી મહારાજનું અનેરૂ સ્થાન રહેલું છે. શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી…

Read More

પ્રાકૃતિક ખેતીનો પાયો: ખેડૂતો માટે ‘બીજામૃત’ બનાવવાની સરળ રીત અને તેના અદભૂત ફાયદા!

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને ખેતી ખર્ચાળ બની રહી છે, ત્યારે ‘ઝેરમુક્ત ખેતી-અમૃતમય ખેતી’નો મંત્ર લઈને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રેરણા આપી રહ્યા છે. તેમના દ્વારા લિખિત પ્રેરણાદાયી પુસ્તક “પ્રાકૃતિક કૃષિ” માં જમીન અને પાકને સુરક્ષિત રાખવા માટેની…

Read More

પોરબંદરમાં ઓનલાઇન ફિશિંગ ટોકન સોફ્ટવેર ખોરવાતા માછીમારો મુશ્કેલીમાં: વૈકલ્પિક ‘મેન્યુઅલ ટોકન’ આપવા રજૂઆત

​સોફ્ટવેરની ટેકનિકલ ખામીને કારણે સેંકડો બોટો બંદર પર જ અટવાઈ; માછીમારોને લાખોનું નુકસાન અને વીમાના જોખમ અંગે કમિશનરને પત્ર ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર​પોરબંદરના દરિયાકાંઠે માછીમારી ઉદ્યોગ પર હાલ સંકટના વાદળો છવાયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મત્સ્યોદ્યોગ વિભાગના ઓનલાઇન ટોકન જનરેશન સોફ્ટવેરમાં સર્વર ડાઉન અથવા ટેકનિકલ ખામી સર્જાવાને કારણે માછીમારોને ફિશિંગ માટેના જરૂરી ટોકન મળી રહ્યા…

Read More

પોરબંદરમાં કલાનો મધુર કલરવ: ‘મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન’ દ્વારા ભવ્ય ચિત્ર પ્રદર્શનનું આયોજન

કલેક્ટર એસ.ડી. ધાનાણીના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું; ૨૧ ફેબ્રુઆરી સુધી કલારસિકો માણી શકશે કલાના વિવિધ રંગો ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અને પ્રોત્સાહન માટે સમયાંતરે અનેકવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. આ પરંપરાને વેગ આપતા, અમદાવાદની કલા સંસ્થા ‘મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન’ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ચિત્ર…

Read More

પોરબંદરના માછીમારોની સબસિડી પર ‘ઈ-વે બિલ’નું ગ્રહણ: ભાજપ માછીમાર સેલ દ્વારા સરકારમાં રજૂઆત

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના માછીમારોને મળતી સરકારી સહાય અને સબસિડીના નાણાં છેલ્લા કેટલાક સમયથી અટવાયા છે, જેને લઈને સ્થાનિક માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ‘ભાજપ માછીમાર સેલ’ અને ‘માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ’ દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિવાદના કેન્દ્રમાં વર્ષ 2021નો એક…

Read More

રાણાવાવ પોલીસની સરાહનીય કામગીરી: રસ્તે ભુલા પડેલા વૃદ્ધને ગણતરીના કલાકોમાં પરિવાર સાથે મિલાવ્યા

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ, પોરબંદર ​પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાવાદી અભિગમનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. રાણાવાવ પોલીસે રસ્તો ભુલી ગયેલા એક 60 વર્ષીય વૃદ્ધને ગણતરીના કલાકોમાં શોધી કાઢી, હેમખેમ તેમના પરિવાર સાથે મિલન કરાવી પોલીસની સજાગતા અને સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ…

Read More