જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬

ખંભાળિયામાં આવેલા યોગ કેન્દ્ર ખાતે જિલ્લા ભાજપની સૂચના મુજબ ખંભાળિયા શહેર ભાજપ સંગઠન દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષ “વિશ્વાસ વિકાસ અને જન કલ્યાણ” ના સંકલ્પ સાકાર કરતા આ પ્રસંગે ખંભાળિયા શહેરની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તથા આ કાર્યક્રમના જિલ્લાના ઈન્ચાર્જ ઇન્દ્રજીતસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ આયોજનમાં શહેર ભાજપના પ્રમુખ મિલનભાઈ જોષી, શહેર મહામંત્રી હસમુખભાઈ ધોળકિયા તથા મુકેશભાઈ કાનાણી, સલાયા શહેર પ્રમુખ ચિરાગભાઈ તન્ના, નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વિજયભાઈ કણજારીયા, કારોબારી ચેરમેન રાજભાઈ પાબારી તથા નગરપાલિકાના સભ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો સાથે શહેરના સિનિયર આગેવાનો તેમજ કાર્યકર્તાઓ, મહિલા મોરચાના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેરના ઉપપ્રમુખ તેમજ આ કાર્યક્રમના ખંભાળિયા શહેરના ઇન્ચાર્જ કિરીટભાઈ ખેતીયાએ કર્યું હતું.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
