



કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એન્ટરટેઈનમેન્ટ પાર્ક પહોંચ્યા
હરેશ પરમાર, ભાવનગર
ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપે ૨૭-૦૨-૨૦૨૫ અને ગુરુવારે કાર્યકર્તાઓ માટે મોગલ બાદશાહ ઔરંગઝેબ સામે વિરતાથી શહાદત વ્હોરનાર છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર વીર શંભાજી મહારાજનું કથાનક ધરાવતી ‘છાવા’ ફિલ્મનો શો રાખ્યો હતો, જે માટે ત્રણ સ્ક્રીન રોકવામાં આવેલ અને તમામ સ્ક્રીન ભાજપ કાર્યકર્તાઓથી ભરચક થઈ ગયા હતા. વધુમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા સિનેમા હાઉસ પહોંચ્યા હતાં.

એન્ટરટેઈનમેન્ટ પાર્ક ખાતે મેયર ભરતભાઇ બારડ, મહામંત્રી પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ, વરિષ્ટ આગેવાનો, સ્ટે. ચેરમેન રાજુભાઈ રાબડીયા, શહેર અને વોર્ડ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, યુવા મોરચા સહિત તમામ સેલ- મોરચા અને સમિતિઓના સદસ્યોએ શંભાજી મહારાજના બલિદાન તેમજ બહાદુરીના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી ‘છાવા’ ફિલ્મ નિહાળી હતી, તેમ શહેર ભાજપ મીડિયા વિભાગની યાદી જણાવે છે.
