
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૬-૨૦૨૫
ખંભાળિયા નજીક આવેલા માંઝા ગામે એક ખેડૂતના ખેતરમાં આશરે 70 ફૂટ જેટલા પાણી ભરેલા ઊંડા ખાડામાં બે દિવસથી એક શ્વાન પડ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો દેશુરભાઈ ધમા, કૃણાલ વાઘેલા અને વિશેષ દેસાણી આ સ્થળે દોડી ગયા હતા અને તાકીદે આ કૂવામાં ઉતરી, લાંબી જહેમત બાદ દોરડા વડે શ્વાનનું રેસ્ક્યુ કરાવી આ તેને નવજીવન અપાયું હતું.



(ફોટો:- કુંજન રાડિયા)