રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ઉત્સાહપૂર્ણ મતદાન, અનેક શહેરોમાં આંકડો 50% ને પાર
ધ ગ્રેટ વર્લ્ડ ગાંધીનગર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત આજે 15 મહાનગરપાલિકાઓ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દક્ષિણ ગુજરાતના વાપીમાં મતદારોનો સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં 65.68% જેટલું જંગી મતદાન નોંધાયું છે. તેની સામે કચ્છના ગાંધીધામમાં મતદારોમાં થોડી નિરુત્સાહતા જણાતા સૌથી ઓછું 39.33% મતદાન નોંધાયું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના શહેરોમાં સરેરાશ 50% થી 55% ની વચ્ચે મતદાન રહ્યું છે, જે લોકશાહીના પર્વમાં લોકોની સક્રિય ભાગીદારી દર્શાવે છે.
મહાનગરપાલિકા મુજબ મતદાનની ટકાવારી
ક્રમ | મહાનગરપાલિકા | મતદાનની ટકાવારી |
|---|---|---|
1 | વાપી | 65.68 % |
2 | નવસારી | 59.68 % |
3 | મોરબી | 58.75 % |
4 | નડિયાદ | 56.50 % |
5 | આણંદ | 55.23 % |
6 | મહેસાણા | 53.16 % |
7 | સુરત | 52.83 % |
8 | જામનગર | 50.2 % |
9 | ભાવનગર | 47.26 % |
10 | વડોદરા | 47.01 % |
11 | સુરેન્દ્રનગર | 46.87 % |
12 | અમદાવાદ | 45.35 % |
13 | રાજકોટ | 45.21 % |
14 | પોરબંદર | 41.67 % |
15 | ગાંધીધામ | 39.33 % |
