જો શહેરી વિસ્તારમાં ૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ વિદ્યાર્થી સંખ્યા ન જાળવાય તો સીધા જ વર્ગો બંધ કરવાની જોગવાઈ નડી શકે છે
સરકારી સ્કૂલોમાં સરાસરી હાજરીનો નિયમ નથી, પરંતુ માત્ર ગ્રાન્ટેડ સ્કૂલો માટે જ આ નિયમ લાગુ છે
અમદાવાદ
રાજ્યની માન્યતા પ્રાપ્ત શાળાઓની સરાસરી હાજરીના ઠરાવઘી ગ્રાન્ટેડ સ્કૂલોનો મૃત્યુઘંટ વાગી શકે. સરાસરી હાજરી માટેના ૨૦૧૨ના ઠરાવ અનુસાર જો શહેરી વિસ્તારમાં ૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ વિદ્યાર્થી સંખ્યા ન જાળવાય તો સીધા જ વર્ગો બંધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ ૨૦૧૧ના ઠરાવમાં સરાસરી હાજરી નજળવાય તો સમૂક ટકા ગ્રાન્ટ કાપીને પણ વર્ગો ચાલુ રાખવાની જોગવાઈ હતી. સંચાલકો દ્વારા કોઈ એક વર્ષ સરાસરી ઘટે તો વર્ગ ગ્રાન્ટ ન લેવાની શરતે ચાલુ રાખી રહે.
નિયમોને લઈને સ્કૂલોની સ્થિતી ખરાબ બની હોવાની વિગતો નામે આવી છે. સરકાર દ્વારા ડિસેમ્બર, ૨૦૨૨ના ઠરાવ મુજબ સરાસરી હાજરીમાં શહેરી વિસ્તારમાં ૩૬ મને ગ્રામ્ય વિસ્તારમાં ૨૮ વિદ્યાર્થીઓ કરતા ઓછી સંખ્યા થાય તો સીધા જ વર્ગો બંધ કરી દેવાની જોગવાઈ કરવામાં આવેલી છે.
આનાથી રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ શકે છે તેમ સંચાલકોનું માનવું છે. ઉપરાંત સરકારી સ્કૂલોમાં સરાસરી હાજરીનો નિયમ નથી, પરંતુ માત્ર ગ્રાન્ટેડ સ્કૂલો માટે જ આ નિયમ લાગુ છે.
ધો. 12માં શહેરી વિસ્તારમાં 36 અને ગ્રામ્ય વિસ્તારમાં 24 કરતા ઓછી સરાસરી થાય તો તે વિસ્તારમાં ક્રમાંક વર્ગો એટલે કે ધો. 10 અથવા ધો.12 ના વર્ગો પણ બંધ કરવાની જોગવાઈ ઠરાવમાં કરવામાં આવી છે. આ જોગવાઈને લીધે રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલો ટપોટપ બંધ થવા લાગશે અને ધીમે ધીમે ગ્રાન્ટેડ શાળાઓનું અસ્તિત્વ જ મરી જશે.