Headlines

હંજડાપરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યું


જામ ખંભાળિયા, તા. ૦૧: ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે રહેતા ગોવિંદ ગગુભાઈ વરવારીયા નામના 25 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 31,200 ની કિંમતની વિદેશી દારૂની 24 બોટલ તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા 36,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે ભાણવડ તાલુકાના સણખલા ગામના રાહુલ કરમુરનું નામ જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. 

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *