જામનગર: હિંમતભાઈ બચુભાઈ મોદી (ગોકલપર વાળા) (ઉ.વ. ૬૭) તે સરલાબેન રવાણી, સુભાષભાઈ, નીતિનભાઈ તથા વિજયભાઈના મોટાભાઈ તેમજ ભૂમિબેન, જલ્પાબેન અને મીરાબેનના પિતાશ્રી તથા સ્વ. પ્રદીપભાઈ લક્ષ્મીકાંત સૂચક (રાજકોટ) ના જમાઈ તા. ૨૪ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થના સભા (ઉઠમણું) તથા સસરા પક્ષની સાદડી ગુરુવાર તા ૨૭ ના રોજ સાંજે ૪ થી ૪:૩૦ પાબારી […]
Month: February 2025
સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષક સંઘની ટીમનો વિજય
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સોમનાથ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ એમ 9 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મુકાબલો […]
આજે શિવરાત્રી અને… યાત્રાધામ હર્ષદના દરિયા કિનારે પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરાયું
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામના દરિયા કાંઠે આવેલા ઓમ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ગતરાત્રીના સમયે નુકશાન પહોંચાડવા અંગેનું કોઈ અજાણ્યા શખસોનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં કોઈ તત્વો દ્વારા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ખંડિત કરવામાં આવ્યાનું જાણવા મળેલ […]
તસવીર સમાચાર : પ્રયાગરાજ મહાકુંભ શિવલિંગ સ્થાપન
પ્રયાગરાજ મંગળવાર તા.૨૫-૨-૨૦૨૫( તસવીર – મૂકેશ પંડિત ) સનાતન પરંપરા અને આસ્થામાં મહાદેવ શંકર સર્વોચ્ચ સ્થાને રહ્યાં છે. શિવજીનાં મહાત્મ્ય અને સમુદ્ર મંથન તથા અમૃત કુંભની કથા સાથે જોડાયેલ પ્રયાગરાજમાં મહાકુંભમેળાનું શિવરાત્રી પર્વે સમાપન થઈ રહ્યું છે. સંગમ ક્ષેત્રમાં સનાતન સાધુઓ અખાડાઓમાં રહ્યાં અને ઉપાસના સત્સંગ કરતાં રહ્યાં. કોઈ દિગંબર તો કોઈ અન્ય પરિધાન સાથે. […]
લોકભારતી સણોસરાનાં વિશાલ ભાદાણીનું સન્માન
મૂકેશ પંડિત, સણોસરા : મંગળવાર તા.૨૫-૨-૨૦૨૫ લોકભારતી વિશ્વ વિદ્યાલયનાં સણોસરાનાં ઉપકુલપતિ વિશાલ ભાદાણીનું શૈક્ષણિક પ્રદાન બદલ સન્માન થયું. સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરમાં વડા નિરંજન પટેલની અધ્યક્ષતામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ‘સંધાન ૨૦૨૫’ યોજાયેલ. અહીંયા ૧૨ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ, જેમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર તથા પ્રેરક વકતાં વિશાલ ભાદાણી સન્માનિત થયેલ છે.
લોંગડીની જનકપુરી વિદ્યાલયમાં માતૃભાષા દિવસની ઉજવણી
હરેશ જોષી, લોંગડી ગુજરાત સાહિત્ય પરિષદ અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સહયોગથી જનકપુરી વિદ્યાલય લોંગડી માં માતૃભાષા દિવસ ઉજવાયેલ. જેમાં કવિ વિજય રાજ્યગુરુ,ડો.પ્રણવ ઠાકર , રાજીવ ભટ્ટ દ્વારા કાવ્યવચન અને માતૃભાષા મહત્વ રજૂ થયેલ.પુસ્તક પ્રદર્શન પણ યોજાયેલ.શાળા ઇન્ચાર્જ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ.
પાલીતાણા: વિઠ્ઠલવાડી પ્રાથમિક શાળાનો એક દિવસીય પ્રવાસ યોજાયો
હરેશ જોષી, પાલિતાણા વિઠ્ઠલ વાડી પ્રા શાળા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો જેમાં તળાજા બૌદ્ધ ગુફાઓ, ગોપનાથ મહાદેવ, ઉંચા કોટડા, ચામુંડા માતાજી, મહુવા ભવાની મંદિર, ભગુડા માંગલ માતાજી,બગદાણા ધામ જેવા સ્થળોની મુલાકાત લીધી.જેમા તમામ સ્થળોની ઐતિહાસિક મહત્વની સમજ શિક્ષક હરેશકુમાર પંડ્યા એ આપી હતી તથા શાળાના આચાર્ય વૈશાલીબેને વ્યવસ્થા સંભાળી હતી. શાળા નો આ શૈક્ષણિક પ્રવાસ […]
વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં 1લી માર્ચથી અતિરિક્ત સ્લીપર કોચ લગાવવામાં આવશે
શંભુ સિંહ, ભાવનગર આગામી ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958/22957)માં હંગામી ધોરણે વધારાનો સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃવેરાવળથી ગાંધીનગર કેપિટલ સુધી ચાલતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958)માં તારીખ 01.03.2025 […]
પતિની મશ્કરીથી મનમાં લાગી આવતા પત્નીએ આપઘાત કર્યો
કુંજન રાડિયા, કલ્યાણપુર કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા સવિતાબેન જયંતીભાઈ નાથાભાઈ ચાવડા નામના 32 વર્ષના મહિલાએ રવિવારે પોતાના રહેણાંક મકાનમાં એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. સવિતાબેનના મોટાભાઈ અજયભાઈ તથા તેમના પત્ની અમીબેન તેમના ઘરે આવ્યા હતા. […]
ખંભાળિયામાં હાપી સામોર વાડી શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫ ખંભાળિયા તાલુકામાં હાપી સામોર વાડી શાળાના આચાર્ય કૌશિકકુમાર પ્રજાપતિ વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મંડપિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હરિપુર તાલુકા શાળાની પેટા શાળાનો સ્ટાફ, હાપી સામોર વાડી વિસ્તારના વાલીઓ તથા હરિપુરના ગ્રામજનો મોટી […]
