કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર (ઘોરવા) વિસ્તારમાં રહેતા રણમલ વીરા પોસ્તરીયા અને મેરામણ વીરા પોસ્તરીયા નામના બે ભાઈઓએ ગુનાહિત રીતે કાવતરું રચીને આરોપી મેરામણના કહેવા મુજબ તેના ભાઈ એવા આરોપી રણમલ પોસ્તરીયાએ તેના જેસીબી મારફતે સતાપર ગામની સીમમાં આવેલી ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની […]
Month: February 2025
:: ચિ. રોહિત * ચિ. પ્રિયા ::શુભ વિવાહ : ખંભાળિયાના નડીયાપરા પરિવારના દ્વારે લગ્નનો રૂડો અવસર
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫ ખંભાળિયાના અ.સૌ. હેતલબેન તથા શ્રી રમેશભાઈ મૂળજીભાઈ નડીયાપરાના સુપુત્ર ચિ. રોહિતના શુભ લગ્ન મીઠાપુર નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી હસમુખભાઈ પ્રેમજીભાઈ ટાકોદરાની સુપુત્રી ચિ. પ્રિયા સાથે રવિવાર તારીખ 02-02-2025 ના શુભ દિને યોજાયા છે. (ફોટો: કુંજન રાડિયા)
દ્વારકાના કુખ્યાત બિચ્છું ગેંગના વધુ બે આરોપીઓના જામીન રદ : પુનઃ જેલ હવાલે કરાવતી દ્વારકા જિલ્લા પોલીસ
– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫ દ્વારકા પંથકના સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે ત્રાસ આપી અને કહેર વર્તાવતી બિચ્છુ ગેંગના આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ગુજસીટોકના કાયદા તળે જેલ હવાલે કર્યા બાદ આ પ્રકરણના બે આરોપીઓ જામીન મુક્ત થતાં આ સંદર્ભે પોલીસની કરવામાં આવેલી પ્રક્રિયા બાદ આરોપીઓના જામીન રદ કરાવી પુનઃ […]
પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સપરિવાર મુલાકાત કરી
– મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શારદાપીઠ શિબિરની મુલાકાત – પ્રયાગરાજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સપરિવાર તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દ્વારકા શારદાપીઠ શિબિરની મુલાકાત લીધી હતી. અને દ્વારકા શારદાપીઠાધિશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા. (ફોટો:- કુંજન રાડિયા)
દ્વારકાના જગતમંદિરમાં રવિવારે વસંત પંચમી મહોત્સવની થશે ભવ્ય ઉજવણી: શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર
– – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫ દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ જગતમંદિરમાં આગામી રવિવાર તા. 2 ના રોજ મહા સુદ પંચમીના વસંત પંચમી મહોત્સવની ઉજવણી કરાશે. જે સંદર્ભે ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. તા. 2 ના સવારના દર્શન નિત્યક્રમાનુસાર યોજાશે. બપોરે 1:30 વાગ્યે ઠાકોરજીની ઉત્સવ આરતી યોજાશે. જે 2:30 […]
ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં કૂવામાં પડેલા શિયાળનું સફળ રેસ્કયુ
– એનિમલ કેરના કાર્યકરોની જહેમત સફળ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સેઢા ભાડથર ગામના વાડી વિસ્તારમાં ત્રણેક દિવસથી શિયાળ કૂવામાં પડી ગયું હોય, આ અંગેની જાણ સ્થાનિક ખેડૂતો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જે સંદર્ભે સંસ્થાના સભ્યો દેસુર ધમા, હિરેન ગોસ્વામી […]
ભાટિયાની સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલમાં પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી સર્વે સમાજની કન્યાઓ માટેની એક માત્ર છાત્રાલય સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલમાં પ્રજાસત્તાક પર્વની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી. આ હોસ્ટેલમાં દીકરીઓને શિક્ષણ અને કેળવણીની સાથે સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા શ્રેષ્ઠ પ્રયત્નો સંસ્થાના સંચાલકો દ્વારા સતત કરવામાં […]
ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલર અને આણંદના બિઝનેસમેન હિતેશ દત્તાણીનો જન્મદિવસ ઉજવાયો
જામ ખંભાળિયા ખંભાળિયાના જુના અને જાણીતા દત્તાણી ઓઈલ મીલ વાળા સ્વ. પ્રાણજીવન જીવનભાઈ જેઠાલાલના સુપુત્ર હિતેશભાઈ દત્તાણી નો શાનદારરીતે ઉજવાયો હતો. તારીખ 31 જાન્યુઆરી 1969 ના રોજ જન્મેલા હિતેશભાઈ છેલ્લા દસ વર્ષથી આણંદ ખાતે વ્યવસાયના હેતુથી સ્થાયી થઈ, અને અહીં એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા છે. આણંદના જાણીતા અજન્ટા એગ્રો તેમજ રાજાધિરાજ […]
