– એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સાબૂત બની રહે તે હેતુથી આ વિસ્તારના કહેવાતા માથાભારે શખ્સો, બુટલેગરો, જુગારીઓ, ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ, વિગેરેની યાદી તૈયાર કરીને આવા તત્વોને શોધી કાઢી, કાયદા મુજબ કડક કામગીરી કરવામાં […]
Month: March 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે શરતોને આધિન પ્રાંત અધિકારી અને […]
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025 માં ગણેશ શાળા – ટીમાણાના 17 બાળકો પસંદગી પામ્યા
હરેશ જોષી, ટીમાણા 25 માર્ચ 2025 ના રોજ ધોરણ – 6માં પ્રવેશ માટે લેવાતી જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025 નું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં ગણેશ શાળા – ટીમાણાના કુલ 17 બાળકો પસંદગી પામ્યા છે. જવાહર નવોદય વિદ્યાલયમાં 80 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે જેમાંથી 22 % જેટલા બાળકો ગણેશ […]
ભાણવડમાં અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધ ઇજાગ્રસ્ત
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫ ભાણવડમાં આવેલા સેવા સદન નજીકથી જી.જે. 10 એ.એસ. 5763 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા પોરબંદર તાલુકાના ઇશ્વરીયા ગામના રહીશ ભીમાભાઈ ભોજાભાઈ પિપરોતર નામના 70 વર્ષના સગર વૃધ્ધને એક અજાણ્યા મોટરકારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવીને અડફેટે લીધા હતા. જેથી તેમને શરીરના જુદા જુદા […]
કલ્યાણપુર પંથકમાં ભોગાત ગામે તંત્રનું ડિમોલીશન: રહેણાંક પર ફર્યું બુલડોઝર
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫ કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ભોગાત ગામે 14 વિઘા જેટલી જમીન માં રહેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણ અંગેના સરવે બાદ કલ્યાણપુર તાલુકા મામલતદારની […]
કલ્યાણપુરના સતાપર ગામે શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પીધી: મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે પરપ્રાંતિય શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પી, આપઘાત કર્યાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે. આ કરુણ ઘટના અંગે બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ બારડોલી તાલુકાના મેવાછી ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી અને ખેત મજૂરી […]
ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું કર્યું વિતરણ
પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં અને શાળામાં થયું પ્રેરક આયોજન ભાવનગર શનિવાર તા.૨૯-૩-૨૦૨૫ ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ કર્યું છે. પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં તથા શાળામાં પ્રેરક આયોજન થયું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા તેમનાં જન્મદિવસ નિમિત્તે વિધાર્થીઓને પક્ષીઓ માટે કુંડાનું […]
બગસરામાં મહિલાઓને સિલાઈ યંત્રોની સહાય ભેટ
મૂકેશ પંડિત, બગસરા રવિવાર તા.૩૦-૩-૨૦૨૫ બગસરામાં સામાજિક પ્રવૃત્તિ સાથે કાર્યરત વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા દ્વારા મહિલા મંડળ અંતર્ગત સીવણ વર્ગમાં તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં હેતુથી મુંબઈ સ્થિત દાતા શ્રી ગુણવંતભાઈ શાહ તથા શ્રી ક્રિશાબેન શાહ પરિવાર તરફથી ત્રણ બહેનોને સિલાઈ યંત્રોની સહાય ભેટ અપાઈ છે. આજ સુધીમાં ૧૨૯ બહેનોને આ સહયોગ […]
ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પરની હોટલમાં મોડી રાત્રે બે યુવતી, યુવાન વચ્ચે બઘડાટી
– હોટેલ સંચાલકને મળી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫ ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલી એક હોટલમાં રાત્રિના આશરે બારેક વાગ્યાના સમયે બે અજાણી યુવતી તેમજ એક યુવાન વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. આ પછી અહીં હોટેલ સંચાલકને એક શખ્સ દ્વારા […]
