– પોલીસ તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલું –
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં આજથી જીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્ટ્રેસભરી પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ અને લોકો માટે શારીરિક તંદુરસ્તી પણ અનિવાર્ય છે. ત્યારે અહીંના હેડ ક્વાર્ટરમાં વિવિધ પ્રકારના આધુનિક સાધનો સાથેનું જિમ્નેશિયમ શરૂ કરવામાં આવ્યું છે. આટલું જ નહીં, આ માટે બે ટ્રેનરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
તદ્દન નજીવા દરથી પોલીસ કર્મચારીઓ અને નગરજનો પણ આ જીમનો લાભ લઈ શકશે તેમ તેમણે વધુમાં જણાવ્યું છે. અહીંના ડી.વાય.એસ.પી. તથા આરપીઆઈની જહેમતથી આ જીમ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસનું આ પગલું નગરજનોમાં સરાહનીય બન્યું છે.
(ફોટો:- કુંજન રાડિયા)


