ધ ગ્રેટ વર્લ્ડ, થળસર
ભાવનગર તાલુકાના થળસર ગામે અનિલ ચુડાસમા દેવીપુજક અને વિજયસિંહ ઉર્ફે મનુભા વિક્રમસિંહ ગોહિલની દેશી દારૂની ભઠ્ઠી ઘોઘા પોલીસે ઝડપી લઇ રૂ. 35,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે ઘોઘા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન થળસર ગામના બસ-સ્ટેન્ડ પાસે પહોંચતા બાતમી મળેલ કે વિજયસિંહ ઉર્ફે મનુભા વિક્રમસિંહ ગોહિલ (રહે થળસર) તેના પાટીયા વાડી વિસ્તારમાં આવેલ ખેતરે પોતાના ગામના અનીલ ફાવુભાઈ ચુડાસમા (રહે. થળસર ગામ પ્રાથમિક શાળા પાસે) સાથે ભાગીદારીમાં દેશી દારૂ પાડવાની ભઠ્ઠી ચલાવે છે. જેથી બે પંચોના માણસોને બોલાવી રેઈડ કરતા વિજયના ખેતરના શેઢા પાસે પતરાની ઓરડી પાછળ એક ખાડમાં પીપરના ઝાડ નજીક અનીલ ચુડાસમા/દેવીપૂજક અને દારૂ અને આથો ભરવાના ટીપણાં તેમજ ઉકાળેલો દારૂ અને આથો પણ મળી આવ્યો હતો. દારૂ ઉકાળવાનું ટીપણું પણ મળી આવ્યું હતું. મુદ્દામાલ સ્થળ ઉપરથી હેરવી ફેરવી શકાય તેમ ન હોઇ સ્થળ ઉપર જ ઢોળી-ફોડી તોડી નાશ કરેલ છે. પોલીસે અહીંથી દારૂ આથો અને ભઠ્ઠીના સામાન ઉપરાંત દારૂની હેરફેર માટે વપરાતા એક મોટરસાયકલ નંબર GJ01SJ-3520 સહિત રૂ 35,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. અનિલ ચુડાસમાની ધરપકડ કરી હતી અને તેના ભાગીદાર વિજયસિંહ ઉર્ફે મનુભાઈ વિક્રમસિંહ ગોહિલ સહિત બંને સામે ગુનો દાખલ કર્યો હતો. ઘોઘા પોલીસ કોન્સ્ટ કોન્સ્ટેબલ અનિલ મકવાણાએ તેની સામે સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કરાવતાં હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે. પોલીસને બીજા આરોપીની તલાશ છે.
થળસરમાં વિજયસિંહની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: બાઈક, ટીપણાં, દારૂ સહિત રુ 35,000ના મુદ્દામાલ સાથે “દારૂ-કલાકાર” અનિલ ચૂડાસમા દેવીપુજકની ધરપકડ: ઘોઘા પોલીસમાં બે સામે ગુનો દાખલ : પોલીસને વિજયનો ઈન્તજાર
