Headlines

પોરબંદર નજીક આવેલ કેવલધામ ખાતે મંગળવારે કોટેચા પરિવારનો વાર્ષિક પાટોત્સવ

– પાટોત્સવ સાથે અન્નકૂટ અને ધ્વજાજી સહિતના કાર્યક્રમો –

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬

      રઘુવંશી જ્ઞાતિના કોટેચા પરિવાર દ્વારા આગામી મંગળવાર તારીખ 20 મીના રોજ કોટેચા પરિવારના 10 માં વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

        પોરબંદર નજીક ત્રીજો માઈલ, રજવાડી પાર્ક ખાતે આવેલા “કોટેચા કેવલધામ સંકુલ” ખાતે કુળદેવી શ્રી ભવાની માતાજી અને આરાધ્ય શ્રી રાંદલ માતાજીના સાનિધ્યમાં યોજવામાં આવેલા આ પાટોત્સવ મહોત્સવના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ સોમવાર તા. 19 ના રોજ સંધ્યા આરતી તેમજ માતાજીની સ્તુતિ પાઠ વાંચનનું આયોજન થયું છે. આ પછી મંગળવારે સવારે 9:30 વાગ્યે માં ને તીર્થ જલથી સ્નાન બાદ શૃંગાર આરતીના દર્શન અને બપોરે 12 વાગ્યે નિજ મંદિરના શિખર પર ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

      આ પછી બપોરે 12:30 વાગ્યે માતાજીના અન્નકૂટ અને દોઢ વાગ્યે પ્રસાદી, બપોરે 3 વાગ્યે 251 દીવડાની સમૂહ આરતી તેમજ સમૂહ ગરબાના આયોજનોમાં સહભાગી થવા સર્વે કોટેચા પરિવારજનોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *