Headlines

ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ માટે જાણીતા પૂજા મોરી અને રામા ચાવડાને સુરત-વડોદરા જેલ હવાલે કરતી પોરબંદર પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદર જીલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારુની પ્રવૃત્તિ કરનાર ઈસમોને P.A.S.A. માં મોકલવા જીલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા થયેલ હુકમ અન્વયે સામાવાળની અટકાયત કરી સુરત તથા વડોદરા જેલ ખાતે ધકેલતી પોરબંદર જિલ્લા પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ ઈસમ વિરુદ્ધમાં P.A.S.A. હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધુવલ સી. સુતરીયા રાણાવાવ વિભાગના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના કંપની શીલપેક બોટલો નંગ ૩૮૪૦ કી.રૂ.૮૨,૮૦૦/- ના મુદામાલ સાથે મળી આવેલ આરોપી ભોજા બાલુભાઈ મોરી ઉ.વ.૨૫ રહે.દેવડા ગામ કાદીનેશ તા.કુતિયાણા જી.પોરબંદર વાળા વિરુદ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ ઇન્ચાર્જ પીઆઇ આર.કે.કાંબરીયા, એલ.સી.બી. પોરબંદરનાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત પોરબંદર જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ સામાવાળને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રાખવા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.

તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ રાણાવાવ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસમાં ભારતીય બનાવટના વિદેશી દારાની અલગ-અલગ બ્રાન્ડની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૨૪૦ પુષ્ટાના બોક્સ નંગ-૨૦ કુલ કી.રૂ.૨,૫૪,૦૦૦/- નો મુદામાલ બહારથી મંગાવી વહેંચના આરોપી રામા ચાવડા ઉ.વ.૪૦ રહે. તુંબડતોલેશ રાણા વડવાળા ગામ તા.રાણાવાવ જી.પોરબંદર વાળા વિરુદ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ ઇન્ચાર્જ પીઆઈ આર.કે.કાંબરીયા, એલ.સી.બી. પોરબંદરનાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત પોરબંદર જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા પોરબંદર જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ સામાવાળને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રાખવા P.A.S.A. વોરંટ ઇસ્યુ કરતા LCB I/C PI શ્રી આર.કે.કાંબરીયાએ સામાવાળને P.A.S.A. વોરંટની બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.

આરોપીઓ:- (૧) ભોજા મોરી ઉ.વ.૨૫ રહે.દેવડા ગામ કાદીનેશ તા.કુતિયાણા જી.પોરબંદર
(૨) રામા ચાવડા ઉ.વ.૪૦ રહે. તુંબડતોલેશ રાણા વડવાળા ગામ તા.રાણાવાવ જી.પોરબંદર

કામગીરીમાં પીઆઇ આર કે કાંબરીયા તથા એએસઆઇ બટુક વિંઝુડા, ગોવિંદ મકવાણા હેડ કોન્સ્ટેબલ વિપુલ ઝાલા, હિમાંશુ મક્કા, નટવર ઓડેદરા તથા રાણાવાવ પો.સ્ટે.ના હેડ કોન્સ્ટેબલ સંદિપ કરંગીયા તથા કોન્સ્ટેબલ. વિજય શામળા તથા કુતિયાણા પો.સ્ટે.ના કોન્સ્ટેબલ. સલમાન મંધરાણા રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *