Headlines

મુંબઈ ખાતે 30 મી જાન્યુઆરીથી ત્રિદિવસીય લોહાણા બિઝનેસ ફોરમનું ભવ્ય આયોજન

– LIBF ના ઉપક્રમે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવિધ આયોજનો –

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬

     શ્રી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (એલ.આઈ.બી.એફ.) ના ઉપક્રમે આગામી તારીખ 30 જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી મુંબઈ ખાતે બિઝનેસ તેમજ ક્રિએટિવિટી સહિતના મુદ્દે ખાસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. 

     લોહાણા જ્ઞાતિના તજજ્ઞો, વિવિધ બિઝનેસ ટાયકૂન અને જ્ઞાતિ શ્રેષ્ઠિઓ દ્વારા શ્રી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (એલ.આઈ.બી.એફ.) ના નેજા હેઠળ એક્સપો 2026 તારીખ 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ મુંબઈના બી.કે.સી. વિસ્તારમાં સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આ એક વિશ્વ કક્ષાની પ્રદર્શીની યોજવામાં આવી છે. જેમાં રિયલ એસ્ટેટ અને એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ કન્સલ્ટન્સ, ડોક્ટર અને ફાર્મા, એડવોકેટ – સોલિસિટર્સ અને લીગલ પ્રોફેશનલ્સ, ઈમ્પોર્ટ- એક્સપોર્ટ લોજિસ્ટિક્સ કસ્ટમ્સ અને શિપિંગ, બેન્કિંગ અને ફાઇનાન્સ, આઈ.ટી.- એ.આઇ. અને ડિજિટલ માર્કેટિંગ, મીડિયા- પી.આર. જર્નાલિઝમ એન્ડ એન્ટરટેનમેન્ટ, ફૂડ, એગ્રો, એફએમસીજી, રિટેલ, તેમજ એજ્યુકેશનલ ટ્રેનિંગ એન્ડ સ્કીન ડેવલપમેન્ટ, બહેનો માટે વુમન એન્ટરપ્રિન્યોરશિપ, કન્વેન્શન, મેટ્રીમોનીયલ સર્વિસ, ગવર્મેન્ટ સર્વિસ, સહિતના અનેકવિધ વિભાગોના જુદા જુદા સેશન આ ત્રણ દિવસના સમયગાળામાં યોજવામાં આવ્યા છે.

     આ વૈશ્વિક સ્તરના એક્સપોમાં તા. 31 જાન્યુઆરીના રોજ વિશેષ રેશમિયા સેશન પણ યોજવામાં આવ્યું છે. રઘુવંશી જ્ઞાતિજનોના બિઝનેસ ડેવલપમેન્ટ તેમજ વિવિધ પ્રકારની માહિતી અને સામૂહિક વિકાસના ઉમદા આશયથી યોજવામાં આવેલા આ આયોજનમાં રજીસ્ટ્રેશન વિના મૂલ્યે કરી શકાશે.

        ઐતિહાસિક એવા આ એક્સ્પોમાં ખાસ સહભાગી થવા લોહાણા સમાજના યુવા બિઝનેસમેનો, ઉદ્યોગ સાહસિકો તેમજ ઉભરતી પ્રતિભાઓને એલ.આઈ.બી.એફ.ના આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

_____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *