–
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬
જાન્યુઆરીથી માર્ચ -2026 ની UTRC મિટિંગનું આયોજન અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનની અધ્યક્ષતામાં અન્ડર ટ્રાયલ રીવ્યુ કમિટિ (UTRC) ની રચના કરવામાં આવી છે. જેમાં મેમ્બરર્સ તરીકે જિલ્લા કલેકટર DLSA ના સેક્રેટરી (કો-ઓર્ડીનેટર), જિલ્લા પોલિસ અધિક્ષક, મુખ્ય જિલ્લા સરકારી વકીલ, જેલ અધિક્ષક છે. જે કમિટિ દ્વારા કવાર્ટલી મિટિંગનું આયોજન કરી નાલ્સાની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર મુજબ જુદી જુદી 16 કેટેગરીમાં સમાવેશ થતા આરોપી અને કેદીઓ ત્વરીત જેલ મુકત થાય તેવી કાર્યવાહી કરવા માટે જરૂરી લિગલ એઈડ આપી જેતે આરોપી કે કેદીની જામીન અરજી નામદાર હાઈકોર્ટ સુધી ત્વરીત થઈ શકે તે માટે ડી.એલએસ.એ. દ્વારા જરૂરી લિગલ એઈડ પૂરી પાડી પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી છે. જે અન્વયે તાજેતરની મિટિંગમાં કુલ 20 અન્ડર ટ્રાયલ કેદીને રિકમેન્ડેડ કરી, જેલ મુકત થાય તેવી કાર્યવાહી કરવામાં આવી હતી.
તાજેતરમાં કમિટીની યોજાઈ ગયેલી મિટિંગમાં વર્ષ – 2025 માં જિલ્લામાં નોંધાયેલા હિટ એન્ડ રન અંગેના કેસોમાં ચૂકવવામાં આવેલા વળતર અંગેની સમીક્ષા કરી, જે કેસોમાં વળતર ચૂકવવાનું પેન્ડિંગ છે, તેવા કેસોમાં સક્ષમ ઓથોરિટી દ્વારા ત્વરિત વળતર ચૂકવાઈ જાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિક્ટિમ કમ્પનસેશન સ્કીમ અંતર્ગત ભોગ બનનાર તથા પીડિતોને નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે. જેમાં નાણાકીય સહાય ચૂકવતી વખતે તે પીડિત કે ભોગ બનનારને કેવી ઈજા થયેલ છે, કોઈ સારવારની જરૂર પડી છે, સારવાર દરમિયાન કેટલો ખર્ચ થયો છે, આ હિંસા કે ઈજાના લીધે ભોગ બનનારને અલગ અલગ યાતનાઓમાંથી કેટલું પસાર થવું પડ્યું છે, તેવા વિવિધ પાસાઓ ચકાસીને વળતર ચૂકવવામાં આવતું હોય છે. આ વિક્ટિમ કમ્પનસેશન કમિટીમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ હોદ્દાની રુએ અધ્યક્ષ રહેલા હોય છે. તથા મેમ્બર્સ તરીકે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક, જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રહેલા હોય છે. વર્ષ – 2025 માં કમિટી દ્વારા કુલ 38 વિક્ટિમને કુલ રૂ. 88.75 લાખનું વળતર સંપૂર્ણ પારદર્શી પ્રક્રિયા દ્વારા ચૂકવી વિક્ટિમના પુનર્વસનના પ્રો-એક્ટિવ પગલા લેવામાં આવ્યા છે.
જિલ્લામાં સુપ્રીમ કોર્ટ તથા નાલ્સાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી પ્રો-એક્ટિવ કામગીરી જિલ્લા વહીવટી તંત્ર, પોલિસ તંત્ર, જેલ ઓથોરિટી, પ્રોસીકયુશન સાથે સંકલન કરી પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી હોવાનું ડી.એલએસ.એ.ના સચિવની યાદીમાં જણાવાયું છે.
_____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
