Headlines

પોરબંદરમાં હરીશ સિનેમા સામે પાર્કિંગ પ્લોટ ફાળવવા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણાની રજૂઆત

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરમાં હરીશ સિનેમાની સામે આવેલ સાર્વજનિક પ્લોટમાં અગાઉના સમયમાં રિક્ષા સ્ટેન્ડ આવેલું હતું પરંતુ સમય જતા તે હટાવી દેવામાં આવ્યું હતું. તેની બાજુમાં જ ભારતનું એકમાત્ર સુદામાજી મંદિર અને સરતાજજીનો ચોરો પુરાતત્વ ખાતાને હસ્તક તથા લોહાણા છાત્રાલય, નાગરિક બેંક, હોસ્પિટલો, સુપર માર્કેટ, બકાલા માર્કેટ આવેલા છે. આ સ્થળ ઉપર ફરી એકવાર સાર્વજનિક પાર્કિંગ ફાળવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે ત્યારે પોરબંદર કોળી સેનાના પ્રમુખ મનોજ મકવાણાએ પોરબંદર મહાનગરપાલિકા કમિશનરને એવી રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં બહારથી આવતા યાત્રીઓ તેમજ સ્થાનિક વેપારીઓ અને લોકોને પાર્કિંગ કરવા માટે જાહેર પ્લોટ ફાળવવામાં આવે તો લોકો માટે ખૂબ જ સુવિધા બની રહે તેમ છે તેમ જ શહેરની ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *