Headlines

પોરબંદરમાં નોનવેજ માર્કેટ માટે 2.5 કરોડ ફાળવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાનગરપાલિકાને અનેક સવાલ

બજરંગ દળ ના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર જિલ્લા દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નરને એક આવેદન પત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહેલ. કમિશનર તથા વર્તમાન વહીવટદાર નોન-વેજ ખોરાક માટે અઢી કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો લીધેલો નિર્ણય અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હોય તેવું જણાવ્યું છે અને પ્રાથમિકતાઓના સંપૂર્ણ અભાવનો દાખલો છે.

જ્યારે શહેરના લીમડા ચોક વિસ્તારમાં યોગ્ય માર્કેટ સુવિધા જ નથી અને ખુલ્લા ચોકમાં વેપાર થાય છે, ત્યારે વેપારીઓ અને નાગરિકો બંનેને અસુવિધા ભોગવવી પડે છે. તે જ રીતે વાડી પ્લોટ શાક માર્કેટ અને નટવર ચોક શાક માર્કેટ જર્જરિત હાલતમાં છે—છત તૂટી રહી છે, ગંદકી ફેલાયેલી છે અને નાગરિકોની સલામતી જોખમમાં છે.

આવાં અગત્યના પ્રશ્નો બાકી હોવા છતાં અઢી કરોડ રૂપિયા નોન-વેજ માર્કેટ માટે ફાળવવા એ વહીવટી અસમંજસ અને સંવેદનહીનતા દર્શાવે છે.

Box

રજૂઆત કરતાઓ દ્વારા કયા કયા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા?

1. શું નોન-વેજ માર્કેટ બન્યા પછી શહેરમાં છૂટીછવાઈ રેંકડી-કેબીન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની કોઈ વ્યવસ્થા છે?

2. શું આ માટે સ્પષ્ટ ઝોનિંગ નીતિ, લાયસન્સિંગ અને કડક અમલવારી યોજના તૈયાર કરવામાં આવી છે?જો નોન-વેજ માર્કેટ બની જાય અને ત્યારબાદ પણ શહેરમાં જ્યાં-ત્યાં રેકડી કેબીનો ઉભી રહે, તો તે જાહેર આરોગ્ય, સ્વચ્છતા અને ટ્રાફિક માટે ગંભીર સમસ્યા ઊભી કરશે. માટે નોનવેજ માર્કેટ બન્યા પછી શહેરમાં ક્યાપણ અન્ય જગ્યા પર નોન વેજ વેચાણ પર સંપૂણ પ્રતિબંધ મૂકવામાં આવે 

Box

 સ્પષ્ટ માંગણીઓ:

૧.લીમડા ચોકમાં સુવ્યવસ્થિત માર્કેટ માટે તાત્કાલિક બજેટ ફાળવવામાં આવે.

૨.વાડી પ્લોટ અને નટવર ચોક શાક માર્કેટના સમારકામ/પુનઃનિર્માણ માટે પ્રાથમિકતા આપવામાં આવે જો  2.5 કરોડના ખર્ચને નોન વેજ માર્કેટ માટે ફાળવેલ છે. તો. વેજિટેબલ શાકમાર્કે માટે પણ ઉપરોક્ત જરૂરિયાત મુજબ તુરંત ટેન્ડર બહાર પાડવામાં આવે. 

૩.શહેરમાં અનિયંત્રિત નોન વેજ ની રેંકડી-કેબીન સામે કડક કાર્યવાહી માટે સમયબદ્ધ યોજના ઓકરવામાં આવે જેથી કોઈ રેકડી ધારકો કે કેબિન ધારકો આર્થિક  નુકસાન ના પહોચે તેવી પણ જાહેરાત કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *