ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
જૂનાગઢ રેન્જ આઈ.જી. અને પોરબંદર પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા ખારવા પ્રાથમિક શાળામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરીથી થતા નુકસાન અંગે સમજ આપી ડ્રગ્સ એક્ટિવિટી હેલ્પલાઈન 1933 વિશે માહિતગાર કરાયા હતા.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓને સ્વ-રક્ષણ (સેલ્ફ ડિફેન્સ), ‘ગુડ ટચ-બેડ ટચ’ અને સાયબર ક્રાઈમથી બચવાના ઉપાયો શીખવવામાં આવ્યા હતા. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે POCSO એક્ટ, મહિલા હેલ્પલાઈન 181, ચાઇલ્ડ હેલ્પલાઈન 1098 અને ઈમરજન્સી નંબર 112 ની વિગતવાર માહિતી આપી, ઘરેલું હિંસા કે શોષણ સમયે પોલીસનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સફળ કામગીરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.ડી. સાળુંકે અને શી ટીમના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.
#PorbandarPolice #AwarenessProgram #SheTeam #ChildSafety #WomenEmpowerment #DrugFreeIndia #CyberSecurity #PoliceDepartment #PorbandarNews #PublicSafety #GoodTouchBadTouch #181Abhayam #PoliceHelp
