Headlines

મીઠાપુરના વિદેશી દારૂ પ્રકરણમાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો

– એસ.ઓ.જી. પોલીસે રાપરના શખ્સને દબોચી લીધો –

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬

       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે વિદેશી દારૂની 181 બોટલ મળી આવી હતી. આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કચ્છ જિલ્લાના રાપર તાલુકાના થોરીયારી ગામના મૂળ વતની અને હાલ રાપરના ગાગોદર ગામે પોતાના ભાઈના ઘરે રહેતા રમેશ ગેલાભાઈ રઘુભાઈ ભરવાડ નામના શખ્સને એસ.ઓ.જી.ની ટીમે દબોચી લીધો હતો.

       પોલીસ પકડના ડરથી નાસતા ફરતા આરોપી રમેશ ગેલા ભરવાડ સામે આડેસર અને સામખીયાળી પોલીસ મથકમાં પણ વિવિધ ગુનાઓ નોંધાયા હોવાનું ખુલવા પામ્યું હતું. આરોપીને ઝડપી લીધા બાદ વધુ કાર્યવાહી અર્થે તેનો કબજો મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.

        આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. ડી.એ. વાળા, એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, વિજયસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા અને જગદીશભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી. 

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *