જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા ભગતભા રાણાભા માણેક નામના 32 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે દારૂ મંગાવીને રાખવામાં આવ્યો હોવાની માહિતી મીઠાપુર પોલીસ મથકના એ.એસ.આઈ. એન.કે. જાડેજા, મહીરાજદાન ગઢવી અને જયપાલસિંહ જાડેજાને પેટ્રોલિંગ દરમિયાન મળતા આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.
ઉપરોક્ત આરોપીના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 59,400 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 54 બોટલ તેમજ રૂપિયા 5,000 નો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 64,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસ આરોપી ભગતભા રાણાભા માણેક તથા ટોબર ગામના રાયદેભા ટપુભા કેરની અટકાયત કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી મીઠાપુર પોલીસ મથકના પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
