જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬
અવસાન નોંધ
જામ ખંભાળિયા: સુનિલભાઈ રમણલાલ કાનાણી (બજરીયા ટ્રેડીંગ કું.) વાળાના ધર્મપત્ની જયશ્રીબેન (ઉ.વ. ૬૩) તે ડો. હેમાંગીના માતા તથા દિપકભાઈ, વિમલભાઈ, મીનાબેન હસમુખલાલ સોમૈયા (જામનગર) અને ઉષાબેન રાજુભાઈ સામાણી (કરાડ – મહારાષ્ટ્ર)ના ભાભી તેમજ દ્વારકા નિવાસી દિનેશચંદ્ર કરસનદાસ વિઠલાણી, સ્વ. કિરીટભાઈ, કિશોરભાઈ, સ્વ. દિપકભાઈ અને સ્વ.રીટાબેનના બહેન તા. ૪ ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરૂવાર તા. ૫ ના રોજ ભાઈઓ તથા બહેનો માટે સાંજે ૫ થી ૫:૩૦ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
