Headlines

પોરબંદર જિલ્લાના રાણાવડવાળા ગામ ખાતે ૧૩ માર્ચે ‘સેવા સેતુ કાર્યક્રમ ૨.૦’ યોજાશે

સેવા સેતુ કાર્યક્રમમાં રાણાવડવાળા,કેરાળા, ખીરસરા, બાપોદર, મોકર, ભોદ, અણીયારી, દોલતગઢ, અમરદડ અને આદિતપરાના ગ્રામજનોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ અપાશે

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

રાજ્ય સરકાર દ્વારા સામાન્ય જનતાને સરકારી યોજનાઓના લાભ અને વિવિધ સેવાઓ ઘરઆંગણે મળી રહે તેવા ઉમદા હેતુથી પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાવડવાળા ગામ
ખાતે તા.૧૩/૦૩/૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક દરમિયાન’સેવા સેતુ કાર્યક્રમ ૨.૦’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવાસેતુ કાર્યક્રમ રાણાવડવાળાની શ્રી પે.સે. કન્યા શાળા ખાતે યોજાશે જેમાં ગ્રામજનોને એક જ સ્થળેથી આધાર કાર્ડમાં સુધારા-વધારા, આયુષ્માન કાર્ડની કામગીરી, રેશન કાર્ડને લગતી સેવાઓ તેમજ વિધવા અને વિકલાંગ સહાય યોજનાની અરજીઓ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત સ્થળ પર જ નિઃશુલ્ક આરોગ્ય તપાસ જેવી સેવાઓનો લાભ પણ પૂરો પાડવામાં આવશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં રાણાવડવાળાની સાથે આસપાસના ગામો જેવા કે કેરાળા, ખીરસરા, બાપોદર, મોકર, ભોદ, અણીયારી, દોલતગઢ, અમરદડ અને આદિતપરાના ગ્રામજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *