– જલારામ મંદિર ખાતે ત્રિદિવસીય સુંદર આયોજન –
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬
ખંભાળિયામાં આવતીકાલે શુક્રવાર તા. 5 થી રવિવાર તા. 7 જુન સુધી અહીંના જલારામ મંદિર પરિસર ખાતે જલારામ બાપાની કથા સાથે રામકથાનું “સંત ભગવંત ચરિત્ર કથા”નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
પવિત્ર પુરુષોત્તમ માસમાં ખંભાળિયામાં પ્રથમ વખત યોજવામાં આવેલા “સંત ભગવંત ચરિત્ર કથા”માં વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય પ્રવક્તા પૂ. સંત મથુરાદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહીને ધર્મજ્ઞાન આપશે. આ આયોજનમાં પ્રથમ દિવસે શુક્રવારે સાંજે 4:30 વાગ્યે પોથીયાત્રા, શનિવારે રાત્રે 10 વાગ્યે ગાયત્રી ગરબા મંડળના ઉપક્રમે શ્રી જલારામ બાપાની ઝાંખી બાદ રવિવારે રાત્રે 8 વાગ્યે કથા વિરામ થશે.
ધર્મપ્રેમી જનતાને દરરોજ સાંજે 5 થી 8 વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા આયોજકો શ્રી જલારામ સત્સંગ મંડળ ટ્રસ્ટ (અન્નક્ષેત્ર) તથા શ્રી ગાયત્રી ગરબા મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજન માટે જલારામ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સંસ્થાના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
