જામ ખંભાળિયા, તા. ૦૬-૦૬-૨૦૨૬
ગુજરાત રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં આવેલા જળાશયોમાં નહાવા પડેલી વ્યક્તિઓના ડુબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બનવા ન પામે તે માટે તકેદારી રાખવા તેમજ આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. ડેમ, જળાશય, નદી કાંઠે નહાવા કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગ રૂપે નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ તથા ચેકડેમ તેમજ એવા સ્થળો કે જ્યા વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયેલ હોય તેવા જળાશયોમાં નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયો (નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ, સિંચાઇ યોજનાઓ વિગેરે) પર નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા. 23 જુલાઈ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
