Headlines

દેવળીયાના યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો


જામ ખંભાળિયા, તા. ૧૩-૦૬-૨૦૨૬

       કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા મેરામણભાઈ ચનાભાઈ માડમ નામના 42 વર્ષના યુવાન ગુરુવારે રાત્રિના સમયે ગામની ગૌશાળા ખાતે સુવા ગયા હતા. જ્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ રાજુભાઈ ચનાભાઈ માડમએ કલ્યાણપુર પોલીસને કરી છે. 

_____________________________________________________________________________

પરવાનગી વગર માછીમારી કરવા ગયેલા સલાયાના ત્રણ માછીમારો સામે કાર્યવાહી

      ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ઉંમર ઈબ્રાહીમ ચબા, ઈબ્રાહીમ હારુન સુંભણીયા અને જબાર આદમ કારા નામના ત્રણ માછીમારોએ હાલ ચોમાસાની ઋતુના કારણે દરિયામાં માછીમારી કરવા સામે મનાઈ ફરમાવતું જાહેરનામું હોવા છતાં પણ તેઓએ પૂર્વ પરવાનગી વગર પોતાની માછીમારી બોટ મારફતે દરિયામાં માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઇ, આ ત્રણેય સામે અને બીએનએસ અને મત્સ્યોધ્યોગ કાયદા તળે કાર્યવાહી કરી હતી.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *