પોરબંદર પોલીસે મેણું ભાંગ્યું: બરડા માંથી દારૂની ભઠ્ઠી સાથે આરોપીને પણ પકડ્યો !!!
એક આરોપીને તો ભઠ્ઠીના રૂ 41 હજારના સામાન સાથે પકડ્યો: તેની સાથે સંકળાયેલા બીજા વ્યક્તિ સામે પણ બ્યુટીફુલ એફઆઇઆર
બગવદર વિસ્તારના બરડા ડુંગર સરમણીવાવ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.
શરમાતી વખતે મોઢું સંતાડવામાં કામ આવે તેવો ખાસ રૂમાલ ક્યાં મળે છે તેની તપાસ કરી રહેલા બગવદર પોલીસ સ્ટાફના કેટલાક કર્મચારીઓ
પોરબંદર
દારૂથી ઉભરાતા પોરબંદર જિલ્લાના બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવા છતાં રેડ દરમિયાન પોલીસ આરોપીઓને નહીં પકડી શકતી હોવાનું મેણું આ વખતે પોરબંદર પોલીસે ભાંગી નાખ્યું છે. એક રેડ દરમિયાન પોરબંદર એલસીબીએ રૂ 41,000ની કિંમતનો દારૂ સહિતનો દેશી દારૂની ભઠ્ઠીનો સામાન પકડી પડ્યો છે અને એક આરોપીને પણ પકડી પડ્યો છે. એટલું જ નહીં, તેની સાથે સંકળાયેલા એક દારૂ વાળા આરોપીનું નામ પણ ફરિયાદમાં જોડીને બે વ્યક્તિઓ સામે એફઆઇઆર કરી છે. બગવદર પોલીસે કરવાનું કામ પોરબંદર એલસીબી પોલીસે કરી નાખતા બગવદર પોલીસના કેટલાક કર્મચારીઓ ભારે શરમનો અનુભવ કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં મોઢું સંતાડવાનો એક ખાસ રૂમાલ આવે છે તે ક્યાં મળે છે તેની તપાસ કરી રહ્યા છે.
પોરબંદર પોલીસે જણાવ્યું કે એલસીબી પીઆઇ આર કે કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ઉદય વરૂ, હીમાંશુ મક્કા તથા કોન્સ્ટેબલ નટવર ઓડેદરાને મળેલ હકીકત આધારે, બરડા ડુંગર સરમણીવાવથી દક્ષીણે આશરે અડધો કી.મી. દુર ટેકરા ઉપર આરોપી બોધા સરમણભાઇ મોરી રહે. કાટવાણા ગામ કાદીનેશ તાજી પોરબંદરવાળાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૧૦૦૦ કિ.રૂા. ૨૫,૦૦૦/- તથા આથાની વાસવાળા ૨૦૦-૨૦૦ લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-૫ કી.રૂા. ૨૦૦૦/- તથા ૨૦૦ લીટરનું પ્લાસ્ટીકનું ખાલી આથાની વાસવાળુ બેરલ નંગ-૧ કી.રૂા. ૪૦૦/- તથા પ્લાસ્ટીકનું ૨૦૦ લીટરનું પાણી ભરેલ બેરલ નંગ-૧ કી.રૂા. ૪૦૦/- તથા પતરાના ૨૦૦-૨૦૦ લીટરના પાણી ભરેલ બેરલ નંગ-૩ કી.ગ્ર ૧૨૦૦/- તથા પતરાના ૨૦૦-૨૦૦ લીટરના બોઇલર બેલર નંગ-૨ કી.રૂા. ૮૦૦/- તથા પતરાના ૨૦૦-૨૦૦ લીટરના ફીલ્ટર બેરલ નંગ-૨ કી.રૂા. ૮૦૦/- તથા તાંબાની ગુંચળા આકારની નળી નંગ-૨ ની કી.રૂા. ૧૦૦૦/- તથા સરમણીવાવ જતી કેડીએ બાવળની જાડીમાં દેશી પીવાનો દારૂ ભરેલ ૫-૫ લીટરની કોથળીઓ નંગ-૯ ભરેલ બાચકુ નંગ-૧ દારૂ લી ૪૫ કીગ્ણ, ૯૦૦૦/- મળી કુલ રૂા. ૪૦,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપી બોધા સરમણભાઇ મોરી હાજર મળી આવી પકડાઇ જઇ તથા ઉપરોકત દેશી પીવાના દારૂનો જથ્થો આરોપી દેસુર દેવાભાઇ રબારી રહે વિંઝરાણા ગામના પાટીયા પાસે તાજી પોરબંદરવાળાએ મંગાવેલ હોય જેથી બંન્ને આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હા રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એએસઆઇ બટુક વિંઝુડા, રાજેન્દ્ર જોષી, રણજીત દયાતર તથા હેડ કોન્સ્ટેબલ સલીમ પઠાણ, ગોવિંદ મકવાણા, ઉપેન્દ્ર જાડેજા, મુકેશ માવદીયા, કુલદીપ જાડેજા, લક્ષ્મણ ઓડેદરા, જીતુ દાસા તથા જમાદાર નાથીબેન કુછડીયા તથા વિરેન્દ્ર પરમાર, દુલાભાઇ ઓડેદરા વગેરે પણ જોડાયા હતા.



