Saturday June 21, 2025

રાણાવાવમાં 30 વર્ષની યુવતી પોતાના ઘરે ઇંગ્લિશ દારૂની 11 બોટલ સાથે ઝડપાઇ

પોરબંદર
રાણાવાવ પોલીસે તા.૨૬/૧૨/૨૦૨૪ના કલાક ૧૯/૦૦ વાગ્યે પોલીસ સ્ટેશનથી માત્ર ચાર કિ.મી. દુર એક યુવતીના રહેણાંક મકાને રેડ કરીને આ 30 વર્ષની યુવતીના કબજા માંથી 2000 ની કિંમતની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 11 બોટલો પકડી લીધી હતી જોકે સાંજનો સમય હોવાથી યુવતીને તાત્કાલિક પકડી નહોતી પરંતુ બીજે દિવસે સવારે પોલીસ સ્ટેશને હાજર થવાનું જણાવી દેવામાં આવ્યું હતું.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ યુવતી સામે સરકાર તરફે રાણાવાવ પોલીસ કોન્સ્ટેબલ જયમલ મોઢવાડિયા એ ફરિયાદ નોંધાવી છે. શાંતિબેન ખીમાભાઇ લાખાભાઇ મોઢવાડીયા (ઉ.વ.૩૦ રહે.સ્ટેશન પ્લોટ રાણાવાવ જી.પોરબંદર) સામે નોંધાયેલ આ ફરિયાદ અનુસાર પોલીસે કરેલી રેડ દરમિયાન આરોપી યુવતી પોતાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની રૂ 1996 ની કિંમતની કુલ 11 બોટલ સાથે ઝડપાઈ ગઈ હતી. તેની સામે રાણાવાવ પોલીસમાં પ્રોહિબિશન એક્ટ અનુસાર ગુનો દાખલ થતાં જમાદાર એમ.જી કડેગીયાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top