Saturday June 21, 2025

કુતિયાણા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

કલેકટર એસ.ડી ધાનાણીનાં અધ્યક્ષ સ્થાને પ્રજાસતાક દિનની ઉજવણીના આયોજન અંતગર્ત બેઠકમાં યોજાઈ

પોરબંદર
પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષા ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી સરકારી
હાઈસ્કુલ કુતિયાણા ખાતે કરવામાં આવશે જે અન્વયે
કલેકટર શ્રી એસ ડી ધાનાણીનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષા ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન-૨૦૨૫ની ઉજવણીની પૂર્વ તૈયારીનાં આયોજન અંતગર્ત
કલેકટર કચેરી, સભાખંડ પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી.

જેમાં કલેકટરશ્રીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતગર્ત વિવિધ સરકારી ઈમારત પર રોશની કરવા, કાર્યક્રમ સ્થળે સાફ-સફાઈ, ફાયર, આરોગ્ય, પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, ટેબ્લો નિદર્શનના આયોજન સહિત જરુરી પ્રાથમિક સુવિધાઓ-વ્યવસ્થાઓ થઇ શકે તે માટે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી જે બી વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી રેખાબા સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રૂતુબા રાબા,કુતિયાણા પ્રાંત અધિકારી શ્રી નેહા સોજીત્રા, નાયબ કલેકટર-૧ શ્રી એન બી રાજપૂત,નાયબ કલેકટર-૨ શ્રી પ્રતીક જાખડ, શિક્ષણ, પિજીવીસીએલ, આરોગ્ય, ખેતીવાડી સહિતનાં સબંધિત વિભાગનાં અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top