Saturday June 21, 2025

ખેલ મહાકુંભ ૩.૦ અંતગર્ત પોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધા યોજાઈ

પોરબંદર
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ અંતગર્ત મહેર સમાજ, બોખીરા ખાતે
પોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધા યોજાઈ હતી.

આ પોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધામાં અં-૧૧,અં-૧૪,૧૭,ઓપન એઈજ,અબવ-૪૦,અબવ-૬૦ ભાઈઓ/બહેનો સ્પર્ધા યોજાઈ હતી.જેમાં પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા/સંસ્થા સ્પર્ધામાં અંદાજીત ૪૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમના પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા,પોરબંદર છાંયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ડૉ.ચેતનાબેન તિવારી, પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારી ડૉ.પ્રવિણાબેન પાંડાવદરા,આચાર્ય,બિલડી પ્રા.શાળા (સ્પર્ધા કન્વીનર) વિરમભાઇ ખરા,અરુણાબેન મારૂ, દિવ્યેશભાઈ થોભાણી (ચીફ રેફરી) કારીબેન કેશવાલા, અનસુયાબેન પરમાર તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top