રાજકોટ થી બાઇક લઈને લૂંટવા આવ્યા હતા અને બાઈક પર જ પરત ફરી ગયા હતા
સીસીટીવી કેમેરા ના આધાર પર પોરબંદર પોલીસે બંનેને પકડી લીધા અને ફરી પોરબંદરના મહેમાન બનાવ્યા
પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલું બાઈક પણ રાજકોટના યુનિવર્સિટિ વિસ્તારમાંથી ચોરેલું હોવાનું સામે આવ્યું
પોરબંદર પોલીસે રાજકોટ પોલીસનો એક ચોરીનો ગુનો પણ વધારામાં શોધી આપ્યો અને જાણ કરી યુનિવર્સિટી પોલીસને
એક સમયે પોરબંદરના ડોન લોકોની ધાક રાજકોટ સુધી સંભળાતી હતી હવે પોરબંદર પોલીસના ડિવાઇન ડિટેક્શનની ધાક રાજકોટ સુધી લંબાય છે
રાણા ખીરસરામાં પોણા બે તોલાના વેઢલાની લુટ કરી નાસી જનાર ઇસમોને શોધી કાઢી મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી રાણાવાવ પોલીસ
પોરબંદર
પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના રાણા ખીરસરા ગામે એક મકાનમાં પ્રવેશ કરી 75 વર્ષની વૃદ્ધ મહિલાને ખાટલામાં પછાડી દઈ મોઢે મુંગો દઇ તેણે પહેરેલા વેઢલા સહિત ₹90,000ની કિંમતના ઘરેણાની લૂંટના ગુનામાં રાણાવાવ પોલીસે તત્કાલ તપાસ ચક્રો ગતિમાન કર્યા બાદ સીસીટીવી ફૂટેજના આધાર પર તેનું પગેરું છેક રાજકોટ સુધી લંબાયું છે અને પોરબંદર પોલીસે રાજકોટ જઇ બંને શખ્સોને મુદ્દા માલ સાથે ઝડપી લીધા છે. પકડાયેલ આરોપીઓ નવા સવા નથી તેઓ એક સઘન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેઓ પકડાયા છે ત્યારે તેમની પાસેથી મળેલું એક બાઈક પણ તેઓએ ચોરીથી મેળવેલું છે જેને લઈને રાજકોટની યુનિવર્સિટી પોલીસનો વધુ એક ગુનો પણ પોરબંદર પોલીસે ઉકેલી નાખ્યો છે. એક સમયે પોરબંદરના ડોન લોકોની ધાક રાજકોટ સુધી સંભળાતી હતી હવે પોરબંદર પોલીસના ડિવાઇન ડિટેક્શનની ધાક રાજકોટ સુધી લંબાય છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તા.૧૪/૦૧/૨૦૨૫ ના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશને બી.એન.એસ. કલમ-૩૦૯(૬),૩૩૧(૬) મુજબનો ગુન્હો દાખલ થયેલ જેમા કોઇ અજાણ્યા ઇસમોએ રાણા ખીરસરા ગામે ફરીયાદી નાગલબેન માલદેભાઇ પરમાર (ઉ.વ.૭૫)ના ઘરમાં ઘુસી ફરીયાદી એ કાનમાં પહેરેલ સોનાના આશરે બે તોલાના વેઢલા નંગ- ૨ કિ.રૂ.૯૦૦૦૦/-ના મુદામાલની ફરીયાદીને બળજબરી પુર્વક પછાડી દઇ મોઢે મુંગો દઇ વેઢલાની લુંટ કરી ફરીયાદીને કાનમાં ઇજા કરી નાસી ગયેલ હોય જે અનડીટેક્ટ ગુન્હાની તપાસ રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા કરતા હોય અને આ લુંટના અનડીટેકટ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા માટે પીઆઇ એન.એન.તળાવીયા તથા રાણાવાવ પો.સ્ટાફના માણસો સત્વરે અલગ-અલગ ટીમો બનાવી તપાસમાં હતા દરમ્યાન રાણાવાવ પીએસઆઇ આર.વી.મોરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ને સી.સી.ટી.વી. ફુટેજ તેમજ હાઇવે પરના ટોલટેક્સના કેમેરાના તેમજ ટેકનીકલ સાધનો તથા હ્યુમન સોર્સીસની મદદથી સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે (૧) ગૌતમ ઉર્ફે કાનો કેશુભાઇ મકવાણા તથા (૨) પ્રકાશ ઉર્ફે પકો શૈલેશભાઇ મકવાણા (રહે.બંન્ને રાજકોટ) ઉપરોક્ત લુંટ કરી પોતાની મોટરસાયકલ લઇ રાજકોટ તરફ નાસી ગયેલ હોવાની હકિકત મળેલ જેથી તુરંત જ રાજકોટ જઇ આરોપીઓને શોધી કાઢી રાણાવાવ પોલીસ સ્ટેશન લઇ આવી યુક્તી પ્રયુક્તિથી પુછપરછ કરતાં મજકુર આરોપીઓ પાસેથી સદરહુ લુંટમાં ગયેલ મુદામાલ સોનાનો વેઢલો નંગ-૧ મળી આવેલ અને વધુ તપાસ તેમજ રીમાન્ડ દરમ્યાન લુંટમાં ગયેલ વેઢલો નંગ-૧ આરોપીઓએ રાજકોટ ખાતે વેચાણ કરેલ હોય જે મુદામાલ સોનાનો ઢાળીયો કબ્જે કરી લુટમાં ગયેલ ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરવામાં આવેલ તેમજ આરોપીઓને વધુ પુછપરછ કરતાં આરોપીઓએ સદરહુ ગુનામાં ઉપયોગ કરેલ એક્સેસ મોટરસાઇકલ રાજકોટ શહેરમાંથી ચોરી કરેલ હોવાનુ ખુલતા જે હકિકત ની ખરાઇ કરતાં રાજકોટ યુનિવર્સીટી પોલીસના બી.એન.એસ. ક.૩૦૩(૨) ના કામે એકસેસ મોટરસાઇકલ ચોરી થયેલનો ગુન્હો અન્ડીટેક હોઇ જે ગુન્હાના બંન્ને આરોપીઓએ ચોરી કરેલ હોઇ જે ચોરીમાં ગયેલ મોટર સાયકલ કબ્જે કરેલ અને તે બાબતે રાજકોટ યુનિવર્સીટી પોલીસને જાણ કરી રાણાવાવ પોલીસ તથા રાજકોટ યુનિવર્સીટી પોલીસ એમ બે અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરી લુંટ તેમજ ચોરીમાં ગયેલ મુદામાલ ની ૧૦૦ ટકા રીકવરી કરી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી પ્રશંશનીય કામગીરી કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.આ કામગીરીમા એએસઆઇ એસ.આર.ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ આર.બી.ડાંગર, બી.જે.દાસા, કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, સરમણ દેવાયતભાઇ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ વિગેરે પણ રોકાયેલ હતા.
પોલીસે રીકવર કરેલ મુદામાલ
(૧) સોનાનો વેઢલો નંગ-૧
(૨) સોનાનો ઢાળીયો નંગ-૧ બંન્ને નુ વજન આશરે પોણા બે તોલા જેની આશરે કી.રૂ ૯૦,૦૦૦/-
(૩) એકસેસ મો.સા.-૧ કિ.રૂ.૬૦,૦૦૦/-
આરોપીઓના ઠામ-ઠેકાણા અને ક્રાઇમ કુંડળી
(૧) ગૌતમ ઉર્ફે કાનો કેશુભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે.કાલાવાડ રોડ અનમોલ હાઇટ્સ ફલેટ નં.૩૦૧ રાજકોટ
- ગાંધીગ્રામ-૨ રાજકોટ શહેર પો.સ્ટે ગુર.ન ૬૭૭/૨૩ આઇ.પી.સી. ક.૩૦૨,૩૨૩,૧૧૪ જીપીએ ક.૧૩૫
- ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.ન ૪૯૪૨૪ આઇ.પી.સી. ક.૫૦૪,૫૦૬(૨),૧૨૦(બી),૪૨૭, ૧૧૪ જીપીએ ક. ૧૩૫ -ગાંધીગ્રામ-૨ રાજકોટ શહેર પો.સ્ટે ગુ.ર.નં. ૫૮૩/૨૪ આઇ.પી.સી. ક.૫૦૪,૫૦૬(૨),૩૨૩,૩૪૨,૧૧૪ જીપીએ કલમ ૩૭(૧)
- ગાંધીગ્રામ-૨ રાજકોટ શહેર પો.સ્ટે ગુ.ર.નં. ૮૩૭/૨૦૨૪ બી.એન.એસ કલમ 303
(૨) પ્રકાશ ઉર્ફે પકો શૈલેશભાઇ મકવાણા ઉ.વ.૨૫ રહે.કાલાવાડ રોડ અવધનાઢાર પાસે બીલ્ડીંગ નં.H ક્વાટર નં.૦૦૩ રાજકોટ
- રાજકોટ શહેર તાલુકા પો.સ્ટે ગુ.ર.ન ૮૪૪/૨૩ પ્રોહી કલમ ૬૬(૧)બી,૮૫
લૂંટનો આ બનાવ કઈ રીતે બન્યો હતો?
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ગામે રાતના 8:00 વાગ્યાના સુમારે એક મકાનમાં પ્રવેશેલા અજાણ્યા વ્યક્તિએ એક મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી દઈ તેના મોઢા ઉપર મુંગો દઈ બળજબરીથી મહિલાએ બંને કાનમાં પહેરેલ રૂ 90 હજારની કિંમતના સોનાના બે વેઢલા કાનમાંથી વછોડી લીધા હતા અને નાસી ગયા હતા. નાગલબેન માલદેભાઇ કરશનભાઇ પરમાર (અનુ.જાતી ઉવ.૭૫ ધંધો-નીવુત રહે- રાણા ખીરસરાગામ આબેડકરવણકરવાસ તા.રાણાવાવ)એ નોંધાવેલ ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યો શખ્સ ફરીયાદીના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં રાત્રીના સમયે ગુન્હો કરવાના ઇરાદે ગેરકાયદેસર અપપ્રવેશ કરી ફરીયાદીને ઘરમાં ખાટલા ઉપર પછાડી દઇ પકડી રાખી મોઢે મુંગો દઇ બળજબરીથી ફરીયાદીએ બન્ને કાનમાં પહેરલ સોનાના વેઢલા નંગ-૨ આશરે વજન પોણા બે તોલા કી.રૂ ૯૦૦૦૦/- ના ખેચી જમણા કાનમાં ઇજા પહોચાડી સોનાના વેઢલાની લુટ કરી લઇ ભાગી ગયો હતો. તા.૧૪/૧/૨૦૨૫ કલાક ૨૦/૦૦ વાગ્યાના અરસામાં રાણા ખીરસરા ગામ ફરીયાદીના રહેણાક મકાને બનેલી આ ઘટના અંગે તા.૧૫/૧/૨૦૨૫ ૧/૩૦ વાગ્યે રાણાવાવ પોલીસમાં ગુનો દાખલ થતાં રાણાવાવ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.તળાવીયાએ તપાસ હાથ ધરી હતી.
