Saturday June 21, 2025

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ફરી એકવાર હંગામો: દર્દીના પુત્રએ ડોક્ટરોને માર મારી તોડફોડ કરી

તોફાન મચાવી રહેલા હિરેન લાડવા એ ડોક્ટરો અને સ્ટાફને ગાળાગાળી તથા ખુનની ધમકીથી પણ રગદોળી નાખ્યા

સ્ટાફના માણસોને ઘુસ્તા માર્યા અને ઓક્સિજનના બાટલાના પાઇપ ખેંચી નાખ્યા

એણે ડોક્ટરોની ફરજમાં તો માથું માર્યું પરંતુ પોતાનું માથું હોસ્પિટલના પાર્ટીશનને પણ માર્યુ, પાર્ટીશન તૂટી ગયું

પોરબંદર
પોરબંદરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં પોતાના પિતાને ઝેરી દવા પી જવાને કારણે દવાખાને લાવેલા એક શખ્સે હોસ્પિટલના એક મહિલા ડોક્ટર સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ત્યારબાદ હાજર રહેલા ડોક્ટરો અને સ્ટાફ સહિતનાઓને માથે લીધા હતા અને ભારે તોફાન મચાવી દીધું હતું તેમજ હોસ્પિટલમાં તોડફોડ કરી-5,000 નું નુકસાન કર્યું હતું. આ મામલે હોસ્પિટલ સ્ટાફ તરફથી ગુનો દાખલ થતાં પોલીસે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી લીધો હતો અને બરાબરનું “પંચ”નામું કર્યું હતું.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે દિક્ષીતભાઈ વિનોદભાઈ દોમડીયા (ઉ.વ.૨૭, ધંધો-નોકરી મુળ રહે. પીઠડીયા ચાલ ગામ, તા.કાલાવડ જી.જામનગર હાલ રહે. કડવા પટેલ સમાજ વિદ્યાથી ભવન વાઘેશ્વરી પ્લોટ પ્લોટ પોરબંદર)એ હીરેન અરવિંદભાઈ લાડવા (રહે. રોકડીયા હનુમાન પાછળ શીતલ પાર્ક 2, પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપીના પિતા ઝેરી દવા પી જતાં પોરબંદર ભાવસિંહજી જનરલ હોસ્પીટલના ઈમરજન્સી વોર્ડના બેડ નં.૧ માં સારવારમાં દાખલ થયેલ હોય જેની ફરજ પરના ડો.હીનાબેન મોઢા સારવાર કરી રહેલ તે દરમ્યાન આરોપીએ આવી ડો.હીનાબેન મોઢા બોલાચાલી અને ગાળાગાળી કરેલ ત્યારે ફરીયાદી આરોપીને સમજાવવા જતાં આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી, ફરીયાદીના ટીશર્ટનો કાઠલો પકડી, ફરીયાદીને મોઢા તથા છાતી ઉપર મુક્કાઓ મારી, ઈમરજન્સી વોર્ડમાં હાજર ડો. કેવલભાઈ ગૌસ્વામી તથા નર્સીંગ સ્ટાફના બ્રધર દેવલભાઈને ભુંડી ગાળો બોલી તેઓની સાથે પણ જપાજપી કરી હોસ્પીટલના ઈન્ચાર્જ આર.એમ.ઓ. ડો.મોઢા તથા ઓન ડયુડી ડો.ત્રીવેદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી મારવાનો પ્રયાસ કરી હોસ્પીટલના ઈમરજન્સી વોર્ડની ફરીયાદીના પેટના ભાગે ઘુસ્તાઓ મારી ફરીયાદીને મુંઢ ઈજાઓ કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી, હોસ્પીટલના ઈમરજન્સી વોર્ડમાં નર્સીંગ સ્ટેશનનો પાર્ટીશનનો કાચ માથુ ભટકાડી તોડી નાખી તથા ઓકસીજનના પાઈપ ખેંચી તોડફોડ કરી આશરે રૂ।.૫૦૦૦/નું નુકસાન કર્યું હતું. તા.૨૦/૦૧/૨૦૨૫ના ૧૭/૧૫ વાગ્યાના અરસામાં પોરબંદર ભાવસિંહજી જનરલ હોસ્પીટલના ઈમરજન્સી વોર્ડમાં બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસમાં બી.એન.એસ.કલમ ૨૨૧, ૧૨૧(૧), ૩૫૧(૩) ૩૫૨, ૩૨૪(૩) તથા ગુજરાત મેડીકેર સેવા વ્યક્તિઓ અને મેડિકેર સેવા સંસ્થાઓ (હિંસા અને નુકસાન અથવા નુકસાનની સંપત્તિ) કાયદો-૨૦૧૨ની કલમ-૪ તથા ધ ડેમેજ ઓફ પબ્લીક પ્રોપર્ટ એકટની કલમ- ૩ મુજબ ગુનો દાખલ થતાં પીએસઆઇ કે જે બલદાણીયાએ તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો અને તેનું બનાવનાર સ્થળે કાયદાનું ભાન થઈ જાય અને જીવનભર યાદ રહી જાય એવું પંચ(punch)નામું કરવામાં આવ્યું .હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top