પોરબંદરમાં માછલીઓના પૈસાની ઉઘરાણી કરનાર મહિલાને થપ્પડ અને ગાળો: બે સામે ફરિયાદ

પોરબંદર
પોરબંદરના મધુબેન પ્રકાશભાઇ ગોસીયા (ઉ.વ.૪૮ ધંધો.મચ્છી વેપાર રહે.ગોપાલજી હવેલીની બાજુમાં, કસ્તુરબા રોડ, પોરબંદર)એ (૧) આબીદ હુસેન અનવર સૈયદ રહે.વિરડીપ્લોટ, પોરબંદર (૨) અરૂણ આણંદજી રાઠોડ રહે.કડીયા પ્લોટ શેરી નં.૯, મેઇન રોડ, પોરબંદર સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મચ્છીના પૈસાની ઉઘરાણી આરોપી આબિદ પાસે કરતા તે ઉશ્કેરાઈ જાય ફરિયાદીને ડાબા ગાલ ઉપર બે ઝાપટ મારી ભૂંડી ગાળો બોલી ગયો હતો અને આ ગાળો બોલવામાં આરોપી અરુણે પણ આ બીજને મદદ કરી હતી. 21 જાન્યુઆરીના રોજ સાંજના ચાર વાગ્યાના સુમારે શીતલાચોક ચાર રસ્તા બાજુમાં સાગર ટ્રાન્સપોર્ટ ઓફીસ બહાર જાહેર રોડ ઉપર બનેલી આ ઘટના અંગે કીર્તિ મંદિર પોલીસમાં ગુનો દાખલ થતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ આર એ સિંગરખીયાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *