Saturday June 21, 2025

પોરબંદરમાં બાઇકની ચાવી વડે કાકા ઉપર ભત્રીજાનો લોહિયાળ હુમલો

કાકાને આંખની નીચેના ભાગે ચીરા પાડી દીધા અને ટીકા પાટુથી ઢોર માર મારી ગાળો આપી

પોરબંદર
પોરબંદરમાં એક યુવકે પોતાના કાકા ઉપર બાઈકની ચાવી વડે હુમલો કરીએ લોહી કાઢી નાખ્યું હતું. આ સાથે ઢિકા પાટુ અને મકાનો માર તો માર્યો જ હતો, તે ઉપરાંત કાકાને ગાળો પણ આપી હતી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે માધવરાય રામજીભાઇ ચામડીયા (ઉ.વ.૨૬ જાતે-ખારવા ધંધો- માચ્છીમારી રહે. તુંબડા હનુમાનદાદાના મંદિરની બાજુમાં, પોરબંદર)એ રામજી ઉર્ફે મનજી ગોપાલભાઇ સલેટ (રહે. સુભાષનગર ઓમ ગલી માવજી ડીશવાળાની બાજુમાં, પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરિયાદીના કાકા સુરેશભાઇ કરશનભાઇ ચામડીયાને આરોપીએ ચા પીવા બાબતે થયેલ બોલાચાલીનું મનદુ:ખ રાખી આરોપીએ કાકાને ગાળો કાઢી ઝપાઝપી કરી ઢીકા પાટુનો માર મારી શરીરે મુંઢ ઇજા પહોંચાડી તથા આરોપીની પાસે રહેલ બાઇકની ચાવી વડે કાકાની ડાબી આંખની નીચેના ભાગે મુક્કો મારી પાંચ ટાંકા આવે તેવી ઇજાઓ પહોંચાડી તથા કપાળની વચ્ચેના ભાગે મુક્કો મારતા એક ટાંકો આવે તેવી ઇજા પહોંચાડી હતી.
તા.૨૨/૧/૨૦૨૫ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ડાયમંડ કાંટા ગાત્રાળ પાન પાસે બનેલી આ ઘટના અંગે હાર્બર મરીન પોલીસમાં ગુનો દાખલ થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top