મહિલાએ ગાળો બોલવાની ના પાડી તો વાછોડાના શખ્સે ખંભાળિયાની મહિલા સાથે રહેલા એક માણસ સાથે જપાજપી પણ કરી નાખી
પોરબંદર
ખંભાળિયા થી પોરબંદર જઈ રહેલી એક બસ બગવદર નજીક સોઢાણા ગામ પાસે પહોંચતા મધ્યપ્રદેશ વતની એવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હરીપર ગામે રહેતી એક મહિલાએ તેની બાજુમાં બેઠેલા પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક શખ્સને થોડી દૂર બેસવાનું કહેતા તે પુષ્કરાઈ ગયો હતો અને ગાળા ગાળી કરી મૂકી હતી. મહિલા સાથે રહેલા એક ભાઈએ તે શખ્સને ગાળો બોલવાની ના પાડતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે નીર્મલા જુવાનસિંહ સંધ્યા નિનામા, (જાતે- આદિવાસી ભીલ, ઉ.વ.૧૮, ધંધો-ખેતમજુરી, રહે.હરીપર ગામ, તા.ખાંભાળીયા, જી.દેવભુમી દ્વારકા, મુળ રહે.નવાગામ, તા.જી.જાબવા, રાજ્ય-મધ્યપ્રદેશ)એ દુલાભાઈ રણમલભાઈ જોડ (રહે.વાછોડા ગામ તા.જી.પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરિયાદી અને તેની સાથેના મન્યાભાઈ ખંભાળીયાથી પોરબંદર તરફ જતી એસ.ટી.બસમાં બેસેલ હોય અને ફરીયાદીની બાજુમાં બસની એક સીટમાં બેસેલ આરોપીને થોડે દુર બેસવાનું જણાવતાં, આરોપી ઉશ્કેરાઈ જઈને ફરીયાદી મહિલા તથા મન્યાભાઇનેને ભુંડી ગાળો આપતાં તેને ગાળો આપવાની ના પાડતાં, આરોપીએ મન્યાભાઈ સાથે જપાજપી કરી હતી. તા.૨૩/૧/૨૦૨૫ કલાક ૧૭/૦૦ વાગ્યાના અરસામાં બગવદરથી ઉત્તરે ૧૬ કિમી દુર સોઢાણા ગામથી બગવદર ગામ વચ્ચે એસ.ટી. બસની મુસાફરી દરમ્યાન ભારતીય ન્યાય સહિતાની કલમ ૧૧૫(૨), ૩૫૨ મુજબ ગુનો દાખલ થતાં જમાદાર જીએમ વ્યાસે તપાસ હાથ ધરી છે.