Saturday June 21, 2025

પ્રેમી સાથે ભાગેલી યુવતી ઘરે પાછી ફરી પણ માવતરે ના રાખી અને…માવતર સાથે સમાધાન કરી દેવાના બહાને કાકાએ કરી ભત્રીજીની છેડતી

માવતરે પોતાની સાથે નહીં રાખતા યુવતી ભાડાના મકાનમાં એકલી રહેવા લાગી હતી

અમરેલી
રાજુલાની એક યુવતી પોતાના માવતરની મરજી વિરુદ્ધ એક વ્યક્તિ સાથે ભાગી ગયા બાદ તેની સાથે મનમેળ નહીં રહેતા તે માવતર ના ઘરે પાછી ફરી હતી પરંતુ માવતરે તેને સાથે નહીં રાખતા પોતે એકલી ભાડાના મકાનમાં રહેવા લાગી હતી તે દરમિયાન તેનો એક કાકો તેને તેના માવતર સાથે સમાધાન કરી દેવાના બહાને આવ્યો હતો અને તેની છેડતી કરી હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે એક યુવતી (ઉ.વ.૨૩ ધંધો.પ્રા. નોકરી રહે.રાજુલા, ખોજા સોસાયટી, પ્રિન્સ મકાન, શુભમ હોસ્પીટલની સામે તા.રાજુલા જી.અમરેલી)એ યાકુબભાઇ કેશુભાઇ ચાવડા (રહે.રાજુલા તા.રાજુલા જી.અમરેલી) સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આજથી આઠેક મહીના પહેલા પોતે સાલમ નસીબભાઇ કુરેશી સાથે પોતાની મરજીથી જતી રહેલ હોય અને તેની સાથે રહેતી હોય અને બાદ આ સાલમ કુરેશી સાથે મનમેળ નહીં રહેતા પોતાના માતા પિતાના ઘરે રહેવા માટે ગયેલ તો તેઓએ તેમની સાથે રાખવાનો ઇન્કાર કરેલ હોય જેથી ફરી. ભાડાના મકાનમાં એકલી રહેતી હોય જેથી આ બાબતે સમાધાન કરાવવા સારૂ ગઇ તા.૫/૨/૨૦૨૫ ના સાંજના આશરે સાડા આઠેક વાગ્યાની આસપાસ કૌટોમ્બિક કાકા/ આરોપી આવેલ અને તેમના પિતા સાથે સમાધાન કરાવી આપવાનુ કહી હાથ પકડી અને બળજબરી કરી અને છેડતી કરી રાજુલા ટાઉનમા ખોજા સોસાયટીમાં આવેલ સફીનભાઇ મદદભાઇ રૂપાણીના રહેણાંક મકાને બનેલી આ ઘટના અંગે રાજુલા પોલીસમાં ગુનો દાખલ થતા ફોજદાર એમએફ ચૌહાણ એ તપાસ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top