Saturday June 21, 2025

દેવળીયા અને વીજપડી ગામના બે વ્યક્તિઓના મોબાઈલ ફોનની ચોરી

અમરેલી
અમરેલી જિલ્લામાં દેવળીયા ગામ અને રાજુલા તાલુકાના વીજપડી ગામના બે વ્યક્તિઓના મોબાઇલ ફોનની જાહેરમાંથી ચોરી થયાની બે ફરિયાદ અલગ-અલગ થાણામાં નોંધાવવા પામી છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે વિનીતભાઇ ભરતભાઇ કવીશ્વર (ઉ.વ.૨૩ ઘંઘો.પ્રા નોકરી રહે.દેવળીયા (ચક્કરગઢ) તા.જી.અમરેલી)એ એક અજાણ્યા શખ્સ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ મોટરસાયકલ લઈને અમરેલીથી જેસર તાલુકાના કોટામોઇ ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન ગોરડકા ગામે તેમની સાથેની એક વ્યક્તિએ પોતાની માતાને ફોન કરવા પોતાના પેન્ટના ખીસ્સામાં હાથ નાખતા રૂ 42,288ની કિંમત નો ફોન ચોરી થઈ ગયો હોવાનું માલુમ પડ્યું હતું. તા. 4 ફેબ્રુઆરીના રોજ સાંજના 5:00 વાગ્યા ના સુમારે બનેલી આ ઘટના અંગે સાવરકુંડલા રૂરલ પોલીસમાં ગુનો દાખલ થતાં જ જમાદાર બીએસ સરવૈયાએ તપાસ હાથ ધરી છે. બીજા એક બનાવમાં વીજપડી ગામના વકીલ ગુણવંતભાઈ ગોંડલીયા એ નોંધાવેલ એક ફરિયાદ અનુસાર તેમના અસ્થિર મગજના મોટાભાઈ કમલેશભાઈ પોતાનો રૂ 47000 ની કિંમત નો નવો ફોન ખરીદીને રાજુલા બસ સ્ટેશન તરફ જતા હતા ત્યારે તા 10 6 24 ના રોજ ફોન રસ્તામાં પડી જતા કોઈ અજાણી વ્યક્તિએ નજર ચૂકવી તેની ચોરી કરી હતી આ અંગે રાજુલા પોલીસમાં ગુનો દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top