
હરેશ જોષી, ટીમાણા
પહેલી ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનગર ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાની કોસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકો અગ્રેસર રહ્યા હતા. જેમાં અન્ડર 14 ભાઈઓમાં ચાવડા આશિષ આણંદભાઈ (સખવદર), નાદવા કાર્તિક હર્ષદભાઈ (રોયલ)એ પોતાના વજન ગ્રુપમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત અંડર 14 ભાઈઓમાં જ બે બાળકોએ બીજો ક્રમાંક તથા એક બાળકે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત અંડર 17 ભાઈઓમાં મુંધવા અનમોલભાઇ સવજીભાઈ (બરવાળા), પંડ્યા કપિલભાઈ રમેશભાઈ (દેવલી), બારૈયા બ્રિજેશભાઈ અશોકભાઈ (ભૂંડરખા), પરમાર પવનભાઈ નાગજીભાઈ (તખતગઢ) તથા જીંજાળા ઉત્સવ ભાઈ મોહનભાઇ (પાવઠી)એ પોતાના વજન ગ્રુપમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત અન્ડર 17 ભાઈઓમાં જ એક બાળકે બીજા ક્રમાંક પર તથા એક બાળકે ત્રીજા ક્રમાંક પર ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણા જ કુલ 12 બાળકો પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પર રહ્યા હતા; જે બાળકો માટે તથા શાળા માટે ગૌરવની વાત બની હતી. આ બાળકોએ જિલ્લા કક્ષાએ તળાજા તાલુકાનુ નેતૃત્વ કરતું શ્રેષ્ઠ પ્રદર્શન કરી તળાજા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ શાળા પરિવારે તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ તમામ સ્પર્ધકોને શાળાના વ્યાયામ શિક્ષકશ્રી પ્રવીણભાઈ પંડ્યા તથા નિલેશભાઈ બાંભણિયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી શાળામાં આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું