Saturday June 21, 2025

પોરબંદરમાં આરટીઓ, પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી ઉજવણી

હેલ્થ ચેકઅપ, ફાયર સેફટી અને CPR તાલીમનું આયોજન: વાહન ચાલકોએ મોટી સંખ્યામાં સેવાનો લાભ લીધો

પોરબંદર
સમગ્ર દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. પોરબંદર પોલીસ, ટ્રાફિક શાખા એઆરટીઓ પોરબંદર અને જેસીઆઈ પોરબંદર દ્વારા પણ પોરબંદર જિલ્લામાં જુદાજુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફટી માસની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત હેલ્થ ચેકઅપ, આઈ ચેકઅપ, સીપીઆર તાલીમ અને ફાયર સેફટીની તાલીમ યોજવામાં આવી હતી.


આ કાર્યક્રમમાં પોરબંદરની તમામ સ્કૂલ બસ અને રીક્ષા ચાલકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હેલ્થ ચેકઅપ અને તાલીમનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં વાહન ચાલકોને રોડ સેફટીના નિયમોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હેલ્થ ચેકઅપ કેમ્પમાં ડો. નિખિલ રૂપારેલીયા અને ડો. અમિત રાઠોડે સેવા આપી હતી. આ ઉપરાંત સીપીઆર તાલીમ માટે 108ની ટીમે અને ફાયર સેફટી માટે મહાનગરપાલિકાના ફાયર વિભાગના સ્ટાફે તાલીમ આપી હતી.


આ કાર્યક્રમમાં એઆરટીઓ કે.જી.જાડેજા, ટ્રાફિક પીએસઆઇ કે.એન.અઘેરા, જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, સેક્રેટરી સમીર ધોયડા, રાહુલ લાખાણી, ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ સ્ટાફ, અને આરટીઓના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top