



કુંજન રાડિયા, દ્વારકા, તા. ૧૦-૦૨-૨૦૨૫
દ્વારકાના સેવાભાવી અને લોકપ્રિય ડો. સાગર કાનાણી પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી દર વર્ષે અનોખા સેવા કાર્યથી કરે છે. આગામી શનિવાર તારીખ 15 ફેબ્રુઆરીના રોજ પુત્ર શ્રેષ્ઠ કાનાણીના ત્રીજા જન્મદિવસની ઉજવણી ડો. સાગર કાનાણી દ્વારા અહીંની વૃજ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે માયનોર ઓપરેશનનો મેગા કેમ્પ રાખીને કરવામાં આવશે.
આ મેગા કેમ્પમાં મફતમાં માયનોર ઓપરેશન જેવા કે તલ, મસા, કપાસી, રસોળી તેમજ કાનની બુટ સાંધવી કે વીંધવી જેવા ઓપરેશનો કોઈપણ પ્રકારના ચાર્જ લીધા વગર કરી આપવામાં આવશે. આ સાથે પાંચ દિવસની દવા પણ ફ્રી માં આપવામાં આવશે.
આ ઓપરેશનનો લાભ લેવા માટે કોઈપણ પ્રકારના કાર્ડની જરૂરી નથી. આ ઓપરેશન કેમ્પનો લાભ લેવા ડો. સાગર કાનાણી દ્વારા દ્વારકા તથા આસપાસના દર્દીઓને અપીલ કરવામાં આવી છે.