
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫
ખંભાળિયાના રઘુવંશી જ્ઞાતિના અગ્રણી અને સક્રિય રાજકીય આગેવાન જયેશભાઈ એમ. ગોકાણીનો આજે 48 મો જન્મદિવસ છે. છેલ્લા આશરે અઢી દાયકાથી નગરપાલિકાના કાઉન્સિલર તરીકે સક્રિય રહેલા જયેશભાઈ નગરપાલિકાના ઈતિહાસમાં સૌપ્રથમ સૌથી નાની વયના અને સફળ પ્રમુખ તરીકેની ખ્યાતિ મેળવી ચૂક્યા છે.
ખંભાળિયા ઉપરાંત જામનગર, રાજકોટ અને અમદાવાદમાં પણ વ્યવસાયિક ક્ષેત્રે આગળ પડતું નામ ધરાવતા જયેશભાઈ ગોકાણીના ધર્મપત્ની હાલ નગરપાલિકાના મહિલા સદસ્યા તરીકે સેવારત છે.
વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા જયેશભાઈ ગોકાણીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર પર 98242 13999 શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.

(ફોટો:- કુંજન રાડિયા)