.


આજ સુધીના ભાજપ પ્રમુખોમાં કુમારભાઈ શાહ સૌથી નાની ઉમરના પ્રમુખ તરીકે વરાયા
ભાવનગર
ભાવનગર મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખોના કાર્યકાળમાં પક્ષ માટે થઈને નવા કાર્યાલયનું નિર્માણ તેમજ કોરોના સમયે કરેલા લોક ઉપયોગી કાર્યો તેમજ કાર્યાલયનું વિસ્તૃતિકરણ જેવા અગણિત કાર્યો થયા હતા. તે પરંપરાને આગળ ધપાવવા માટે થઈને નવા શહેર અધ્યક્ષની વરણીનો પ્રસંગ શહેર કાર્યાલય ખાતે તા. ૬-૩-૨૦૨૫ ના રોજ સંપન્ન થયો. પ્રદેશ સંગઠનની સૂચના અનુસાર જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ અને ચૂંટણી અધિકારી શ્રી વંદનાબેન મકવાણા, સહચૂંટણી અધિકારી શ્રી સુરેશભાઈ વશરા, નવા પ્રમુખની વરણીનું કવર લઈને શહેર કાર્યાલય ખાતે પધારેલ, અને વિધિવત રીતે તેઓએ પૂર્વ ડે. મેયર શ્રી કુમારભાઈ શાહનું નામ જાહેર કર્યું હતું, આજ સુધીના પ્રમુખોમાં શ્રી કુમારભાઈ શાહ સૌથી નાની ઉમરના પ્રમુખ બન્યા છે ત્યારે વર્તમાન શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ તેમજ પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા તેમજ મેયર શ્રી ભરતભાઇ બારડ, સ્ટે. ચેરમેનશ્રી, પ્રભારી શ્રી ચંદ્રશેખરભાઈ દવે, ત્રણેય મહામંત્રીશ્રીઓ અને વરિષ્ટ આગેવાનશ્રીઓ તેમજ પૂર્વ પ્રમુખશ્રીઓ તેમજ શહેર સંગઠન અને તમામ સેલ, મોરચાઓ અને સમિતિઓના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ નવનિયુક્ત શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહને શુભકામનાઓ આપી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા અને શ્રી નિમુબેન બાંભણીયા તેમજ પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘણીએ પણ શ્રી કુમારભાઈને શુભેચ્છા આપી હતી. આ તકે જન પ્રતિનિધિઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાના સમયમાં કરેલા સારા કાર્યો માટે શ્રી અભયસિંહ ચૌહાણનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.