Saturday June 21, 2025

મીઠાપુરમાં પરપ્રાંતિય યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫

       ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા જગન ઉથારા મઢિયા નામના 49 યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મિલાપભાઈ રોહિતભાઈ ચંદારાણાએ મીઠાપુર પોલીસને કરી છે.

____________________________________________________________________________

ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર સ્ટંટબાજી કરતા શખ્સો સામે ગુનો

         ખંભાળિયા દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે છ કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસેથી રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે જી.જે. 16 બીબી 1865 નંબરના આર્ટિગા મોટરકારના ચાલકએ પોતાની કાર પૂર ઝડપે એને બેફિકરાઈપૂર્વક ચલાવી, તેની સાથે બેઠેલા બીજા ત્રણ શખ્સોએ પણ જાહેર રોડ પર વાહનમાં સ્ટંટ કરતા હતા.

       આમ, કારમાં જઈ રહેલા આ ચાર શખ્સોએ દરવાજાના કાચ ખોલી અને સ્ટંટબાજી કરતા પોલીસે ઝડપી લઇ બીએનએસ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.

____________________________________________________________________________

દ્વારકામાં યાત્રિકનો મોબાઇલ ચોરાયો

       ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ વસંતભાઈ નકુમ નામના 27 વર્ષના યુવાનોનો રૂ. 15,000 ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન દ્વારકામાં કાનદાસ બાપુના આશ્રમ પાસેથી કોઈ શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top