ફૂલફોલ ઉત્સવમાં સહભાગી થયેલા પદયાત્રીઓને આર.એસ.પી.એલ. કંપની દ્વારા નોંધપાત્ર સેવા

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫

      કાળીયા ઠાકોર સંગ ધુળેટી પર્વ ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે તાજેતરમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ જુદા જુદા વિસ્તારોમાંથી દ્વારકા ખાતે આવ્યા હતા. પદયાત્રાથી દ્વારકા પહોંચેલા સહિતના આ યાત્રાળુઓને સહાયભૂત થવાના ઉમદા આશયથી દ્વારકા નજીક આવેલા કુરંગા ગામ પાસે આરએસપીએલ (ઘડી) કંપનીના 60 જેટલા કર્મચારીઓ અને સ્વયંસેવકોની ટીમે અવિરત રીતે દ્વારકા મંદિરના સામાન ઘર ખાતે આવનારા પદયાત્રીઓ યાત્રાળુઓની સેવા માટે સતત ચાર દિવસ સુધી ખડેપગે સેવાઓ આપી હતી.

         ત્યારે મંદિર પ્રશાસન અને સ્થાનિક આગેવાનોએ ઘડી કંપની તથા તેમના કર્મચારીઓની આ સેવાઓને બિરદાવી હતી.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *