પોતાના બે પુત્રો સાથે પંચાયત ઓફિસે ઘસી આવેલા પ્રવીણ ઘેલા સામે ફરજમાં રૂકાવટ સહિતના મામલે પોલીસ ફરિયાદ જાહેર કરતા તલાટી મંત્રી દલસુખ જાની
ભાવનગર
ભાવનગર તાલુકાના નવારતનપર ગામે વર્ષોથી દારૂના ધંધા માટે જાણીતા એવા પ્રવીણ ઘેલા વાઘેલા અને તેના બે પુત્રો તથા સાગરિતોએ નવારતનપર ગામની પંચાયત કચેરીમાં પ્રવેશ કરી, ગામના જીવા રણછોડનો પ્લોટ પોતાના નામે કરાવવા માટે તલાટી મંત્રી દલસુખ જાની ઉપર દબાણ કરી, પોતાનું ધાર્યું કરાવવા માટે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની અને પોતાના છેડા બહુ જ ઉપર સુધી હોવાની અને મંત્રીને નોકરીમાંથી પણ કઢાવી નાખવા સુધીની ચીમકી આપી હોવાની ઘટના સામે આવી છે. તલાટી મંત્રીએ પોતાની ફરજમાં રૂકાવટ સહિતના અનેક મામલે પોલીસ ફરિયાદ જાહેર કરી છે.
પોલીસ તથા સંબંધિત સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવા રતનપર ગામના પાદરમાં આવેલ પંચાયત કચેરી સામે દુકાન ધરાવતા અને દારૂના ધંધા માટે જાણીતા પ્રવીણ ઘેલા વાઘેલા અને તેના બે પુત્રો કલ્પેશ પ્રવીણ તથા પ્રકાશ પ્રવીણ અને તેમના સાગરિતોએ ગઈકાલ મંગળવારે બપોરે 1:00 વાગ્યા પછી નવારતનપર પંચાયત કચેરીમાં પ્રવેશ કરી, જીવાર રણછોડ ની મકાનના પ્લોટની જમીન અમારા નામે કરી આપો નહિતર અમારી ઓળખાણ ખૂબ ઊંચે સુધી છે અને તમે અમારા ગામમાં કેમ નોકરી કરો તે અમે જોઈ લઈશું અને ઓફિસની બહાર નીકળો એટલે જાનથી મારી નાખશું એવી ધમકી આપી હતી. આ રીતે પંચાયત ઓફિસમાં હંગામા મચાવી પ્રવીણ ઘેલા અને તેના માણસોએ ઓફિસને બહારમાં લીધી હતી અને પંચાયતની કાર્યવાહીને ખોરંબે ચડાવી તલાટી મંત્રી ની ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે તલાટી મંત્રી દલસુખ જાનીએ પોલીસમાં પોતાની ફરિયાદ જાહેર કરી છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી થઈ રહી છે. કહેવાય છે કે દારૂના કમાયેલા પૈસાથી પ્રવીણના પુત્રો દાદાગીરીના રસને ચડી ગયા છે અને મીઠી મીઠી ભાષામાં સેટિંગ કરવામાં પ્રવીણની માસ્ટરી છે. પોલીસ અને પંચાયત સાથે સમાધાન સાથેનું સેટિંગ કરવાના પ્રવીણ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા હોવાનું જાણમાં આવ્યું છે.
પાન-માવાની દુકાનની આડશમાં દારૂનો ધંધો કરતો પ્રવીણ ઘેલા
નવા રતનપરમાં વર્ષોથી દારૂનો ધંધો કરી રહેલો પ્રવીણ ઘેલા પોતાની દુકાનની આદર્શમાં આ ધંધો કરી રહ્યો છે પાનબાવવાની દુકાન તો નામની જ છે હકીકતમાં ત્યાં દારૂનો ધંધો થાય છે અને ગામભરના દારૂડિયાઓ અને આસપાસના ગામમાંથી પણ દારૂડિયાઓ ગામના પાદરમાં આવેલી ગ્રામ પંચાયતની ઓફિસ સામે ભેગા થાય છે અને તેમના દ્વારા જાતજાતનો ત્રાસ વર્તાવવામાં આવે છે નવા રતનપર ગામની નવી પેઢીને દારૂના રવાડે ચડાવીને તેમનું ભવિષ્ય બગાડવામાં પ્રવીણનો ખૂબ જ મોટો ફાળો છે તેમ માનવામાં આવે છે.
અમારા છેડા ઉપર સુધી છે તેમ કહી મને નોકરીમાંથી કઢાવી નાખવાની અને મારી નાખવાની ધમકી આપી
“પ્રવીણ એ બીજાની જમીન પોતાના નામે કરવા માટે તેના બે પુત્રો અને અન્ય સાગ્રિતોનો સહારો લઈને આખી ગ્રામ પંચાયતને બાંનમાં લીધી હતી અને મારી ફરજમાં રૂકાવટ કરી હતી એટલું જ નહીં મને નોકરીએથી ઉતરાવી નાખવાની અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પ્રવીણ દારૂનો ધંધો કરતો હોવાથી ગ્રામ પંચાયત કચેરી સામે દારૂડીયા લોકોના ટોળા ભેગા થાય છે અને તેનો પણ કચેરી તેમજ ગ્રામજનોને ત્રાસ છે. એટલું જ નહીં, તેની દુકાન પણ દબાણ કરીને બનાવેલી છે.”
- દલસુખ જાની, તલાટી મંત્રી, નવા રતનપર ગ્રામ પંચાયત